'ધરમ કરતા ધાડ પડી' : અમદાવાદમાં ગરીબોને ટિફિન આપતાં જતાં સેવાકર્મીને આવ્યો કોરોના પોઝિટિવ


Updated: April 6, 2020, 9:52 PM IST
'ધરમ કરતા ધાડ પડી' : અમદાવાદમાં ગરીબોને ટિફિન આપતાં જતાં સેવાકર્મીને આવ્યો કોરોના પોઝિટિવ
પ્રતિકાત્મક તસવીર

દરરોજ કોરોનાના કેસને કારણે અમદાવાદ હોટસ્પોટ બની ચુક્યું છે અત્યાર સુધી અમદાવાદમાં કુલ 64 કેસ કોરોના પોઝિટિવના મળ્યા છે. આ 64 કેસમાં કેટલાંક કેસ વિદેશી વ્યક્તિના સંપર્કને કારણે તો કેટલાંક કેસ લોકલ ટ્રાન્સમિશનને કારણે થયા છે.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદ કોરોનાને (coronavirus) કારણે ત્રીજા સ્ટેજ પર પહોંચી ચુક્યું છે. દરરોજ કોરોનાના કેસને કારણે અમદાવાદ (Ahmedabad) હોટસ્પોટ બની ચુક્યું છે અત્યાર સુધી અમદાવાદમાં કુલ 64 કેસ કોરોના પોઝિટિવના મળ્યા છે. આ 64 કેસમાં કેટલાંક કેસ વિદેશી વ્યક્તિના સંપર્કને કારણે તો કેટલાંક કેસ લોકલ ટ્રાન્સમિશનને કારણે થયા છે.

દિલ્હીમાં નિઝામુ્દ્દીન તબલીગી જમાતમાંથી અમદાવાદ પહોંચેલો લોકો પણ સંક્રમિત હોવાને કારણે કેસ વધી ચુક્યા છે. આવામાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. આ કેસની હિસ્ટ્રી શું છે તે છેલ્લાં 7 દિવસમાં શોધી શકાઈ નથી. કારણ કે 7 દિવસ પહેલાં આ કેસમાં ગરીબોને ટીફીન પહોંચાડતાં વ્યક્તિને કોરોના થયો છે.

આ પણ વાંચોઃ-હવે સુધરી જજો, ડ્રોનમાં સ્પિકર લગાડી લોકડાઉનનું પાલન કરવા રાજકોટ પોલીસે આપી સુચના

પુણ્યનું ભાથું બાંધવા જતાં કોરોના ગ્રસ્તગરીબોને ટિફીન પહોંચાડતા મણિનગરના પુષ્પકુંજ સોસાયટીમાં  રહેતાં 55 વર્ષીય વિજયરાજસિંઘ લોઢાને કોરોના થતાં ચકચાર મચી છે. વિજયરાજસિંઘ લોઢા સેવાના ઉદ્દેશથી ટિફિન સેવા આપનારી સંસ્થા સાથે સંકળાયેલાં હતા.

આ પણ વા્ંચોઃ-lockdown બાદ ભારતમાં કેટલા લોકોએ ફરવાનું કર્યું છે બંધ? આ રહ્યાં રસપ્રદ આંકડા

ગરીબોને તેઓ વિનામુલ્યે ટિફિન પૂરા પાડતા જતા. તેઓને કોરોના ચેપ ક્યાંથી લાગ્યો તેની તપાસ હાલ મ્યુ. તંત્રએ શરુ કરી  છે.વિજયસિંઘને 30મી માર્ચે તાવ આવતાં તેઓ કાંકરિયાના ડો.હિતેશ વાસણવાલાને ત્યાં સારવાર માટે ગયા હતા. જે બાદ તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિજયરાજસિંઘ સાથે હાલ ટીફીન સર્વિસ માપતાં 6 લોકો અને સારવાર આપતાં ડોક્ટરને પણ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે ફેમિલીના 3 લોકોને પણ કોરેન્ટાઈન કેન્દ્રમાં કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરિવારમાં દૂઘ આવતાં વ્યક્તિને પણ હાલ કોરોન્ટાઈન કરી લીધા છે.આ પણ વાંચોઃ-કોરોનાના પગલે આલિશાન રિસોર્ટમાં પૂરું નથી થતું આ કપલનું હનિમૂન

રાજકીય પક્ષો બિનજરુરી રસોડાને  બદલે રાહત ફંડમાં મદદ આપો - વિજય નહેરાવધતાં જતાં કેસને કારણે અમદાવાદ મ્યુ કમિશનરે આજે રાજકારણીઓને પણ ટકોર કરી છે કે સેવાકીય પ્રવૃત્તિ અને રસોડા દ્રારા લોકોને અન્ન પીરસવાને બદલે સીએમ અને પીએમ રાહત ફંડમાં જો રાહત આપવામાં આવે તો તે વધારે યોગ્ય રહેશે. કેમણે એમ પણ જણાવ્યું છે કે જો કોઈ વ્યકિત મદદ માટે સંપર્ક કરેતો બેન્ક એકા્ટ લઈ તેમાં મદદ કરવી. આજે પણ બજારમાં જીવનજરુરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ છે.
First published: April 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading