અમદાવાદઃ corona દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે આ પાંચ criteria ફોલો કરવા પડશે

અમદાવાદઃ corona દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે આ પાંચ criteria ફોલો કરવા પડશે
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં મહત્તમ બેડ દર્દીઓથી ભરાઈ જતા બેડ ના હોવાની સતત મળતી ફરિયાદને કારણે આ 5 ક્રાઈટેરિયા નક્કી કર્યા છે.

  • Share this:
અમદાવાદઃ કોરોના (coroanvirus) કાળ વચ્ચે અમૂક ખાનગી હોસ્પિટલો દર્દીઓને (patient) ઓક્સિઝન (Oxygen) ઓછું છે. તેમ કહી હોસ્પિટલ (Hospital) દાખલ કરી પથારીની કૃત્રિમ અછત ઉભી કરતી હોવાની ફરિયાદ એએમસી તંત્રને (AMC) મળી હતી . એએમસી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને (covid-19 patient) દાખલ કરવા માટે ક્રાઈટેરિયા નક્કી કરાયા આવ્યા છે.

ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે 5 ક્રાઈટેરિયા મુજબ કોવિડના દર્દીને આપવામાં આવશે પ્રાયોરિટી


1-60 વર્ષથી ઉપરના કોવિડના દર્દીને પ્રાયોરિટી આપવામાં આવશે. કોવિડ થાય અને જો અગાઉથી જ દર્દીને કોઈ અન્ય બીમારી હોય અથવા સારવાર ચાલતી હશે તો પ્રાયોરિટી આપવામાં આવશે. લીવર, કિડની, ટ્રાન્સપ્લાન્ટ, HIV ઇન્ફેક્શનના દર્દીને તાત્કાલિક સારવાર મળે તેવા પ્રયાસ કરાશે.
2-છેલ્લા 3 દિવસથી કોવિડના દર્દીનું શરીરનું તાપમાન 101 F આવતું હશે તો.
3-શરીરમાં ઓક્સિજન (SPO2) નું પ્રમાણ 94 ટકા કરતા ઓછું થઈ જાય એવા કિસ્સામાં.
4-એવા કોવિડના દર્દીઓ જેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય.
5- ફેફસા સિવાય શરીરના કોઈ અંગમાં તકલીફ થઈ રહી હોય તેવા દર્દીઓ.

આ 5 ક્રાઈટેરિયા સિવાય જો કોઈ કોવિડનો દર્દી દાખલ થવા ઈચ્છશે તો જે તે હોસ્પિટલના ડોકટર સ્થિતિ મુજબ નિર્ણય લેશે. અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં મહત્તમ બેડ દર્દીઓથી ભરાઈ જતા બેડ ના હોવાની સતત મળતી ફરિયાદને કારણે આ 5 ક્રાઈટેરિયા નક્કી કર્યા છે. 10 ટકાથી 15 ટકા જેટલા જ કોરોના પોઝિટિવ દર્દીઓને જ સારવાર માટે દાખલ કરવાની જરૂરિયાત પડતી હોવાથી જરૂરી દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી ક્રાઈટેરિયા સેટ કરવામાં આવ્યા.

આ પણ વાંચોઃ-હું કાયર નથી.. SORRY પપ્પા..': સૂસાઈડ નોટ લખીને ITIના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ત્રણ સામે ફરિયાદ

ગુજરાતના આજના રવિવારની કોરોનાની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1495 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ રાજ્યમાં કુલ સંખ્યા 197412એ પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 13 લોકોના કોરોનાથી મોત (corona death toll) થયા છે. આમ મૃત્યું આંક 3859એ પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ-ગાયબ પત્નીને શોધવા ખાસ મિત્રના ઘરે પહોંચ્યો પતિ, બંધ ફ્લેટમાં જોયુ તો પતિના માથે આભ તૂટી પડ્યું

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાલું કારે ફાયરિંગ કરી વીડિયો બનાવી 'સ્ટાઈલ' મારવી 'ભરવાડ' યુવકને ભારે પડી, થઈ ધરપકડ

રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 1495 કેસ નોંધાયા છે. જ્યારે 1167 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 179953 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો સાજા થવાનો દર 91.16 થયો છે. આ જ રીતે કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આજે રાજ્યમાં કુલ 63,739 ટેસ્ટ કરવોમાં આવ્યા છે. રાજ્યની વસ્તીની ધ્યાને લેતા પ્રતિદિન 980.60 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 72,35,184 ટેસ્ટ કરવામાં આવ્યા છે.રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 318, સુરત કોર્પોરેશનમાં 213 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 127 કેસ, રાજકોટ કોર્પોરેશન 91 કેસ, મહેસાણામાં 60 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 57, રાજકોટમાં 54 કેસ, સુરતમાં 53 કેસ, વડોદરામાં 39 કેસ, ગાંધીનગરમાં 37 કેસ, કચ્છમાં 31 કેસ, પાટણમાં 30 કેસ નોંધાયા હતા.
Published by:ankit patel
First published:November 22, 2020, 22:18 pm

ટૉપ ન્યૂઝ