લો બોલો! અમદાવાદમાં કોરોના કેર સેન્ટર એવી હોટલ જીંજરમાંથી કોરોના દર્દી પાસેથી મળી દારુની બોટલ


Updated: August 15, 2020, 6:57 PM IST
લો બોલો! અમદાવાદમાં કોરોના કેર સેન્ટર એવી હોટલ જીંજરમાંથી કોરોના દર્દી પાસેથી મળી દારુની બોટલ
ડાબી બાજુ જય પટેલ કોરોનો પોઝિટિવ, વાદળી ટીશર્ટમાં આકાશ પટેલ રિપોર્ટ બાકી

15મી ઓગષ્ટને લઇને વસ્ત્રાપુર પોલીસ ચેકિંગ અને હોટલ ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન બોડકદેવમાં આવેલી જીંજર હોટલ ચેક કરવા પોલીસ ગઈ હતી.

  • Share this:
અમદાવાદ: શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી અને AMCએ કોવિડ કેર સેન્ટર તરીકે જાહેર કરેલી હોટલ જીંજરમાં (Hotel Ginger) કોરોનાના દર્દી (corona patient) પાસેથી વસ્ત્રાપુર પોલીસે (Vastrapr police) એક દારૂની બોટલ કબજે કરી છે. ઉપરાંત હોટેલના રૂમમાં કોરોનાના દર્દી સાથે તેનો મિત્ર જે કોરોના નેગેટિવ છે તે પણ મળી આવ્યો હતો. જોકે આ દારૂની બોટલ (liquor bottle) કોરોના પેશન્ટ પાસે કેવી રીતે આવી તે બાબતને લઈને જીંજર હોટલના જવાબદાર લોકો સામે સવાલ ઊભા થયા છે.

15મી ઓગષ્ટને લઇને વસ્ત્રાપુર પોલીસ ચેકિંગ અને હોટલ ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન બોડકદેવમાં આવેલી જીંજર હોટલ ચેક કરવા પોલીસ ગઈ હતી. ત્યારે હોટલના મેનેજર શુભમ પાઠકને સાથે રાખીને તમામ હોટલના રૂમ પોલીસ ચેક કરતી હતી. તે દરમિયાન બીજા માળે રૂમ નંબર 208માં જઈને તપાસ કરતા અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો.

પોલીસ આ રૂમમાં પ્રવેશી ત્યારે ત્યાં સેટી ઉપર એક વિદેશી દારૂની બોટલ પોલીસને મળી આવી હતી. પોલીસે તે વ્યક્તિને પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ જણાવી પોતે કોરોના પોઝિટિવ હોવાનું પોલીસને જણાવ્યું હતું. રૂમમાં હાજર બીજી વ્યક્તિએ પણ પોતે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. આ બંને શખશો જય દિનેશભાઈ પટેલ અને આકાશ હસમુખભાઈ પટેલની પોલીસે અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ-યુવકનું જોરદાર ઈનોવેશન! માત્ર રૂ.3500માં બનાવી AC વાળી PPE કિટ, 5-6 કલાક રહેશે ઠંડક

આ પણ વાંચોઃ-મામલતદારના ઘરે ACBનો દરોડો, લાંચના એટલા રૂપિયા મળ્યા કે થઈ ગયો ઢગલો

આ પણ વાંચોઃ-અજબ પ્રેમની ગજબ કહાની! શરીર ઉપર આગ લગાડી ગર્લફ્રેન્ડને કર્યો પ્રપોઝ, જુઓ દિલધડક તસવીરોઆ રૂમ કે જેમાંથી દારૂ મળી આવ્યો હતો તે રૂમ શુભમ વોરાના નામે બુક કરાવ્યો હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું. આ બંને શખશો એટલે કે જય પટેલ અને આકાશ પટેલ સામે પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

જય પટેલ નામનો વ્યક્તિ કોરોના પોઝીટીવ છે અને આકાશે રિપોર્ટ કરાવ્યો છે. બંને યુવક દારૂ પીવા ભેગા થયા હતા કે કેમ અને કોરોના દર્દી હતો તો કેમ ત્યાં હોટલમાં તે મળવા આવ્યો અને બોટલ લઈને કોણ આવ્યું હતું તે બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે હોટલ જીંજર કોરોના કેર સેન્ટર હોવાથી આટલી મોટી ઘટના બાબતે સંચાલકોની કોઈ મિલીભગત છે કે કેમ તે બાબતે લઈને પણ પોલીસ તપાસ કરશે.
Published by: ankit patel
First published: August 15, 2020, 6:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading