અમદાવાદ: સુપ્રીમ કોર્ટે એરલાઈન્સ કંપનીઓને એરલાઇન્સ એજન્ટસ અને ગ્રાહકોને તેમની ટિકિટોના રૂપિયા રિફંડ આપવા આદેશ કર્યો છે. જો કે તેમ છતાં dgca અને સુપ્રીમ કોર્ટ (Suprime Court)ના આદેશને એરલાઇન્સ કંપની(Airlines Company)ઓ ઘોળીને પી જતા સુપ્રીમ કોર્ટના આદેશને બે મહિના થવા આવ્યા પરંતુ હજુ સુધી રૂપિયા રિફંડ આપ્યા નથી, અને તે રૂપિયા તેમણ એરલાઇન્સમાં તેમના નામે ક્રેડિટ કર્યા છે એટલે કે જ્યારે પણ ગ્રાહક પ્રવાસ કરશે ત્યારે તેને તેમાંથી ક્રેડિટ મળી જશે.
ટ્રાવેલ એસોસિએશન ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરના સેક્રેટરી મનીષ શર્મા જણાવે છે કે, ગુજરાતના અઢીસો કરોડ અને દેશમાં એક હજાર કરોડથી વધુ રૂપિયા એરલાઇન્સ કંપનીઓમાં જમા પડ્યા છે. તેઓ ટિકિટનું રિફંડ આપી રહ્યા નથી અને તેની માત્ર અને માત્ર ક્રેડિટ આપે છે. પરંતુ હાલમાં અનેક એરલાઇન્સ બંધ હાલતમાં છે અને પ્રવાસીએ હવે પ્રવાસ કરવો જ ના હોય તો તેણે ક્રેડિટ લઈને શું કરવાનું.
Amazon સાથે પૈસા કમાવાની તક, ફક્ત 4 કલાક કામ કરો અને મહિને કમાઓ 70 હજાર રૂપિયા
આ તમામ બાબતે અમે dgcaમાં રજૂઆત કરી હતી પરંતુ, ત્યાં પણ અમારું કંઈ ન ઉપજતા અમે સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે તમામ રિફંડ તાત્કાલિક ચૂકવી આપવા આદેશ કર્યો હતો. જો કે તે બાબતને પણ બે મહિના થવા આવ્યા હજુ સુધી એરલાઇન્સ કંપનીઓએ સુપ્રીમ કોર્ટના આદેશને પણ ગણકાર્યો નથી.
દિવાળી પર શરૂ કરો આ શુભ બિઝનેસ, પ્રથમ દિવસથી જ શરૂ થશે બમ્પર કમાણી!
હાલની પરિસ્થિતિમાં અનેક એરલાઇન્સ એજન્ટોના કરોડો રૂપિયા અને ગ્રાહકોના રૂપિયા પણ એરલાઇન્સની અનીતિને કારણે ફસાયા છે. સુપ્રીમ કોર્ટના રિફંડ ચૂકવવાના આદેશ બાદ પણ એરલાઇન્સ કંપનીઓએ રીફંડ ન ચુકવતા હવે ટ્રાવેલ્સ ફેડરેશન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પટ ઓફ કોર્ટ કરવાનો નિર્ણય કર્યો છે.