અમદાવાદ : કોરોનાની મહામારી વચ્ચે રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારમાં સોપો, વેપારીઓને લાખોનું નુકસાન


Updated: May 21, 2020, 3:09 PM IST
અમદાવાદ : કોરોનાની મહામારી વચ્ચે રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારમાં સોપો, વેપારીઓને લાખોનું નુકસાન
અમદાવાદ : કોરોનાની મહામારી વચ્ચે રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારમાં સોપો, વેપારીઓને લાખોનું નુકસાન

બે મહિનાથી ઉપરનો સમય થવા આવ્યો તેમ છતાં હજુ સુધી તે ક્યારે ખુલશે તેની ઉપર પણ પ્રશ્નાર્થ છે

  • Share this:
અમદાવાદ : 23 માર્ચના રોજ લૉકડાઉનની શરૂઆત થઈ અને ત્યારથી જ અમદાવાદ શહેરની તમામ રેસ્ટોરન્ટ, કાફે, ફાસ્ટ ફૂડ સહિતના તમામ ખાણીપીણી બજાર બંધ થઈ ગયા છે. બે મહિનાથી ઉપરનો સમય થવા આવ્યો તેમ છતાં હજુ સુધી તે ક્યારે ખુલશે તેની ઉપર પણ પ્રશ્નાર્થ છે ત્યારે વેપારીઓની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે અને તેમણે ધંધો બંધ કરવા તરફ કુચ કરી છે.

ફાસ્ટ ફૂડ ના વેપાર સાથે સંકળાયેલા વેપારી નરેન્દ્ર તેલી જણાવે છે કે અમારે તો ધંધો બિલકુલ બંધ કરવાનો વારો આવ્યો છે કારણ કે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ધંધો થયો નથી અને કર્મચારીઓ પણ પોતાના વતન જતા રહ્યા છે. સાથે સાથે અમારા શોપ અને રેસ્ટોરન્ટમના ભાડા પણ ચૂકવવાનું ભારે થઈ પડ્યું છે. હજુ પણ આ વ્યવસાયમાં સરકારે ગ્રીન સિગ્નલ આપ્યું નથી તેથી લાખો રૂપિયાનો બોઝ અમારી ઉપર આવી પડ્યો છે.

ફાસ્ટ ફૂડ ના વેપાર સાથે સંકળાયેલા વેપારી નરેન્દ્ર તેલી


 આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 30નાં મોત

સિંધુ ભવન રોડ પર આવેલ આ લક્ઝુરિયસ મલબરી cafe અને રેસ્ટોરન્ટના સંચાલક હીરક પટેલે લાખો રૂપિયાનું નુકસાન કરી અને હવે ધંધો બંધ કરવો પડ્યો છે. ખાણીપીણી બજાર સાથે સંકળાયેલા ઘણા વેપારીઓ છે કે જેમની ઉપર કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આભ તૂટી પડયું છે. સરકારે હાલમાં રેસ્ટોરન્ટ અને કાફે પર મુકેલા પ્રતિબંધને કારણે તેમનો ધંધો પાર પડે તેમ નથી પરિણામે કોરોનાના ગ્રહણમાં તમામ વેપારીઓએ લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનું આવ્યું છે અને ધંધો પણ બંધ કરવો પડ્યો છે.

શહેરના ગોતા બ્રિજ પાસે આવેલ હોટ પ્લેટ ધ રેસ્ટોરન્ટના સંચાલક સંજય શાહ જણાવે છે કે લોકડાઉન 4 માં રેસ્ટોરન્ટ ને હોમ ડિલિવરીની સરકારે મંજુરી આપી છે. જોકે વેપારીઓના મતે પુરતા ગ્રાહક ન મળવાથી રેસ્ટોરન્ટ ને તેનાથી કોઇ ફાયદો નથી. સાંજે સમય વધારવાની તેઓ માંગણી કરી રહ્યા છે. વેપારીઓના મતે અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પરની મોટા ભાગની ઢાબા રેસ્ટોરન્ટ ઢાબા પટ્ટે ચાલુ છે અને છેલ્લા બે મહિનાથી લોકડાઉનના કારણે તમામ ઢાબા રેસ્ટોરન્ટ બંધ હાલમાં છે. એક ઢાબાનું સરેરાશ પ્રતિમાસ બે લાખનું ભાડુ તેઓ ચૂકવે છે. સ્ટાફના પગાર સાથે ઢાબા માલિકને એક મહિનાનો ખર્ચ અંદાજે 10 લાખ જેટલો થાય છે. છેલ્લા બે માસથી લોકડાઉનના કારણે ઢાબા માલિકોને લાખોનું નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવી રહ્યા છે. ઢાબા રેસ્ટોરન્ટ માલિકોની સરકાર પાસે રાહતની માંગ કરી છે અને પ્રોપર્ટી ટેક્સ જીએસટી ઇન્કમટૅક્સ રાહતની માંગની કરી રહ્યા છે. ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરાયેલી લોન વહેલી તકે મળે તેવી ઢાબા માલિકોની માંગ છે. અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પર 40થી વધુ ઢાબા રેસ્ટોરન્ટ આવેલી છે.
First published: May 20, 2020, 10:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading