પશ્ચિમ અમદાવાદમાં કોરોનાની એન્ટ્રી , બોડકદેવ પછી હવે બોપલમાં કોરોનાનો કેસ

પશ્ચિમ અમદાવાદમાં કોરોનાની એન્ટ્રી , બોડકદેવ પછી હવે બોપલમાં કોરોનાનો કેસ
પશ્ચિમ અમદાવાદમાં કોરોનાની એન્ટ્રી , બોડકદેવ પછી હવે બોપલમાં કોરોનાનો કેસ

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બોપલમાં આવેલ શ્રી કિષ્ના કોમ્પલેક્ષ હાલ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યું

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી વધ્યા છે . અમદાવાદ શહેરને આરોગ્ય વિભાગ દ્વારા હોટસ્પોટ જાહેર કરાયું છે. અમદાવાદ શહેરમાં અત્યાર સૌથી વધુ કેસ કોટ વિસ્તાર અને શહેરના મધ્ય અને દક્ષિણ ઝોન વિસ્તારમાં કેસ નોધાયા છે. હવે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તાર બાદ પશ્ચિમ વિસ્તારમાં કોરોના વાયરસ પગ પેસારો કરી રહ્યો છે . બોડકદેવ બાદ હવે બોપલ વિસ્તારમાં કોરોના કેસ પોઝિટીવ આવ્યા છે . તેમજ સૌથી ગીચ વિસ્તાર ગુલબાઇ ટેકરાની ચાલીમાં પણ કેસ પોઝિટીવ નોંધાતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે.

આરોગ્ય ટીમ દ્વારા બોપલમાં આવેલ શ્રી કિષ્ના કોમ્પલેક્ષ હાલ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યું છે. આ ઉપરાત ગુલબાઇ ટેકરા વિસ્તારમાં આવેલી ચાલીને પણ કલ્સ્ટર ઝોન જાહેર કરવા હિલચાલ ચાલી રહી છે. અત્યાર સુધી 14 વિસ્તાર કલ્સ્ટર ક્વૉરન્ટાઇન કરાયા છે.આરોગ્ય વિભાગના અધિકારીએ માહિતી આપતા કહ્યું હતુ કે હવે કોટ અને પૂર્વ વિસ્તાર બાદ પશ્ચિમ વિસ્તારમાં કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. જે સરકાર અને એએમસી માટે ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે અહીં સૌથી વધુ હાય એજ્યુકેશનવાળી વસ્તી રહે છે. તેમ છતા અહીં આ કેસ નોંધાયા છે. જે તંત્ર માટે પડકાર રૂપ છે . તમામ લોકોની હિસ્ટ્રી તપાસ કરવામાં આવશે અને જરૂર લાગતા વધુ વિસ્તાર કલ્સ્ટર ઝોન જાહેર કરાશે. જેથી કોરોના વાયરસનું સંક્રમણ વધતું અટકાવી શકાય.

આ પણ વાંચો - રાજકોટ : આ કોરોના વોરિયર્સને સલામ, રાત દિવસ જોયા વગર ઘરે ઘરે જઈને લોકોને સમજાવે છે

એએમસી સમાવિષ્ટ વિસ્તારમાં મોટા ભાગના વોર્ડમા કોરોના વાયરસનો પગ પેસારો જોવા મળ્યો છે. એકાદ-બે વોર્ડ બાદ કરતા મોટાભાગના વોર્ડમાં પોઝિટીવ કેસ નોધાયા છે. જમાલપુર , દરિયાપુર, દાણીલમડા, રાયખડ, કાલુપુર અને બાપુનગરમાં સૌથી વધુ કેસ નોધાયા છે. પશ્ચિમ વિસ્તારનાં અત્યાર સુધી 50 કેસ નોંધાયા છે. જેમાં સેટેલાઇટ , આંબાવાડી , બોડકદેવ સહિત વિસ્તારનો સમાવેશ થાય છે.

કોરોના પોઝિટીવ કેસમાં છેલ્લા પાંચ દિવસમાં નોંધપાત્ર ઘટાડો - વિજય નહેરા

કોરોન વાયરસના કહેર વચ્ચે અમદાવાદ શહેરમાં માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં કોરોના દર્દીઓના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોકે હજુ કેસમાં વધારો થવાની ભિતી કમિશનર વ્યક્ત કરી રહ્યા છે. એએમસી કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા કહ્યું હતું કે છેલ્લા પાંચ દિવસમાં પોઝિટીવ કેસમાં ઘટાડો થયો છે પરંતુ ભવિષ્યમાં કેસ વધી શકે છે. એએમસી ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તાર સામે ચાલી ડોર ટુ ડોર સર્વેલન્સનો ફાયદો થયો છે. જેના પગલે નવા કેસ શોધવા મોટી સફળતા મળી હતી. એક સાથે એક જ દિવસમાં 80થી વધુ કેસ નોધાયા હતા પરંતુ હવે ક્રમશ એક પછી એક કેસના ઘટાડો થયો છે. જોકે કોરોના વાયરસથી હજુ પણ ખતરો છે ભવિષ્યમાં પણ કેસ વધી શકે છે.

વિજય નહેરાએ કહ્યું હતું કે એએમસીએ રણનિતી અનુસાર કામગીરી કરતા મોટી સફળતા મળી છે. ડોર ટુ ડોર જઇ સર્વેલન્સ કરવાથી નવા કેસ શોધવામાં સફળ રહ્યા છીએ. છેલ્લા ચોવીસ કલાકમાં કોટ વિસ્તારની 13 ચેક પોસ્ટ પર 20 હજાર લોકોનું સ્કીનીંગ કરાયું છે. 24 શંકાસ્પદ વ્યક્તિ સારવાર માટે રીફર કર્યા છે. 673 ટીમ બનાવી 94 હજાર ઘરમાં 4 લાખ 14 હજાર લોકોનો સર્વે કર્યો છે.
Published by:News18 Gujarati
First published:April 13, 2020, 20:26 pm

ટૉપ ન્યૂઝ