અમદાવાદઃ કોરોનાનું ગ્રહણ (corona effect) રક્ષાબંધન (Rakshabandhan) પર જોવા મળી રહી છે. કારણે બહેનો ગમે ત્યાં હોય રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને રાખડી (Rakhi) બાંધવા રૂબરૂ જાય છે .પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના (corona pandemic) કારણે બહેનો રાખડી બાંધવા માટે રૂબરૂ જઈ શકે તેમ નથી. તેમજ કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ (Social distancing) રાખવા પણ જરૂરી છે.ત્યારે ઘણી બહેનો આ વર્ષે ભાઈને તેમના ઘરે જઈ રાખડી બાંધવાના બદલે પોસ્ટ દ્વારા રાખડી મોકલી આપી છે. જેના કારણે પોસ્ટ દ્વારા રાખડી મોકલનારાઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં 25થી 30 ટકા જેટલો વધારો થયો છે.
અમદાવાદ શહેરની (Ahmedabad) મુખ્ય પોસ્ટ ઓફિસોમાં (Post Office) દરરોજ સરેરાશ 800થી 1000 લોકો સાદી તેમજ સ્પીડ પોસ્ટ (Speed post) દ્વારા રાખડી મોકલી રહ્યા છે. જ્યારે ગત વર્ષે આ સંખ્યા 500થી 700 લોકોની હતી. અમદાવાદ નજીકના જિલ્લાઓમાં પણ અનેક બહેનોએ રાખડી પોસ્ટ દ્વારા મોકલાવી છે. તેમાં પણ પોસ્ટ વિભાગે કવર પર 5 રૂપિયાથી લઈ 41 રૂપિયા સુધીની ટિકિટ લગાડી ગુજરાત સહિત દેશભરમાં સાદી તેમજ સ્પીડ પોસ્ટ દ્વારા રાખડીઓ મોકલવાની વ્યવસ્થા કરી છે.
આ પણ વાંચોઃ-વિચિત્ર ઘટના! કોરોના મહિલા દર્દીએ આપ્યો બાળકને જન્મ, સંક્રમિત થયા બાદ ભૂલી ગઈ હતી કે તે ગર્ભવતી છે
વિદેશમાં રાખડી મોકલવા બહેનોને વધુ ચાર્જ ચુકવવો પડ્યો છે.અમદાવાદથી દર વર્ષે વિશ્વના 20થી 22 દેશોમાં સાદી ટપાલથી કે સ્પીડ પોસ્ટથી 6 રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધીનો ચાર્જ ચુકવી રાખડી મોકલવામાં આવતી હતી.
આ પણ વાંચોઃ-મુસાફરી દરમિયાન વ્યક્તિનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ, ચાલુ ટ્રેનમાં મચી દોડધામ
આ પણ વાંચોઃ-Video: સુરતમાં ધન્વંતરી રથ સાથે કામ કરતા શિક્ષકે જાગૃતિ ફેલાવવા ગાયું ગીત, સોશિયલ મીડિયા ઉપર મચાવી ધમાલ
આ વર્ષે કોરોના મહામારીના કારણે ઇન્ટરનેશનલ ફ્લાઈટો બંધ હોવાથી સાદી ટપાલ દ્વારા વિશ્વભરમાં રાખડી મોકલી શકાઈ નથી. જેના કારણે ભારત બહાર રાખડી મોકલવા માટે બહેનોને ફરજિયાત સ્પીડ પોસ્ટ દ્વારા રાખડી મોકલવી પડી છે. જેના માટે 800 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનો ચાર્જ પણ ચુકવવો પડ્યો છે.
સોમવારે રક્ષાબંધન પહેલા પોસ્ટ કરાયેલી રાખડીઓ ભાઈઓ સુધી પહોંચી જાય તે માટે પોસ્ટ વિભાગ દ્વારા રવિવારે પણ પોસ્ટ ઓફિસો ચાલૂ રાખવાની જાહેરાત કરી છે. જેમાં સવારથી જ તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોમાં આવેલી રાખડીઓની ડિલિવરી કરવામાં આવશે.