કોરોના ઇફેકટ : અમદાવાદમાં 16 વર્ષથી ચાલી આવતી ખાસ પરંપરા આ વખતે તૂટશે


Updated: April 3, 2020, 12:56 PM IST
કોરોના ઇફેકટ : અમદાવાદમાં 16 વર્ષથી ચાલી આવતી ખાસ પરંપરા આ વખતે તૂટશે
અમદાવાદમાં આવેલા કેમ્પ હનુમાનની ફાઇલ તસવીર

અમદાવાદમાં સતત આ પરંપરાનું પાલન થતું હતું છતાં કોરોના સામેની લડાઈ પરંપરા કરતાં વધારે મહત્ત્વની

  • Share this:
અમદાવાદ : આમ તો વર્ષોથી ચાલી આવતી પરંપરા ને આગળ ધપાવવાની હોય છે.. પરંતુ કોરોના વાયરસના વધતા કેસને પગલે 16 વર્ષથી ચાલી આવતી આ પરંપરા આ વખતે તૂટશે.. જીહા આ પરંપરા છે હનુમાન જયંતી ની ઉજવણીની.. છેલ્લા 16 વર્ષથી અમદાવાદ ના આર્મી કેંટોનમેન્ટ કેમ્પ હનુમાન મંદિર થી વાસણા વાયુદેવ મંદિર સુધી હજારો ભક્તો સાથે નીકળતી શોભાયાત્રા આ વખતે નહિ યીજવાનો નિર્ણય કરાયો છે.

કોરોના વાયરસના કેસોની દહેશત દિન પ્રતિદિન વધી રહી છે. જેના પગલે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે. એટલું જ નહીં ધાર્મિક સંસ્થાઓ ને પણ જ્યાં લોકોની ભીડ એકઠી થતી હોય તેવા કાર્યક્રમો નહિ યોજવાની અપીલ પણ કરવામાં આવી છે ત્યારે 8 એપ્રિલ હનુમાન જયંતિ છે. ત્યારે અમદાવાદ ના આર્મી કેંટોનમેન્ટ કેમ્પ હનુમાન મંદિરએ હનુમાન જયંતિ એ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચો :  કોરોનાની કઠણાઇ: વડોદરાના પરિવાર માટે લંકાનો પ્રવાસ બન્યો મોતનું કારણ, જાણી તમે પણ રડી પડશો

દરવર્ષે હનુમાન મંદિર એ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમજ ભંડારો, ધ્વજા રોહણ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત 16 વર્ષ થી કેમ્પ હનુમાન મંદિર થી શાહીબાગ, સુભાસબ્રિજ, વાડજ, પાલડી થઈ વાસણા વાયુ દેવ મંદિર શોભાયાત્રા પહોંચે છે ત્યાંથી ફરી ધરણીધર દેરાસર, નહેરુ નગર, વિજયચારરસ્તા, ઉસમાનપુરા થઈ કેમ્પ મંદિરે પરત ફરે છે જેમાં 64 ખંડી અન્નકૂટ દર્શન હોય છે, 1 અખાડો હોય છે અને 15 થી 20 ટેબ્લો, વેશભૂષા, પ્રસાદી, રામાયણ અને સુંદરકાંડ નો પાઠ, મોટરસાયકલ, અને ફોરવિહલ મળી 20 હજાર જેટલા ભકતોનો જમાવડો થતો હોય છે. આ ઉપરાંત આ આયોજન માટે અલગ અલગ 250 થી 300 માણસોની કમિટી હોય છે.

સાથે જ કેમ્પ મંદિરે 50 થી 60 હજાર ભક્તોનો ભંડારો થતો હોય છે.  આ ઉપરાંત મંદિરે 500 કિલોની કેક પણ કાપવામાં આવે છે. પરંતુ આ વખતે તમામ આયોજન કેન્સલ રાખવામાં આવ્યા છે.  આ અંગે મંદિર ના પૂજારી ભૂષણભાઈ પંડિત એ જણાવ્યું કે આ વખતે કેંટોનમેન્ટ માં કોઈપણ માટે પ્રવેશ પર પ્રતિબંધ છે. જેથી તમામ પ્રકારની ઉજવણી રદ કરાઈ છે. માત્ર મંદિર ના પૂજારી અને સેવકો દ્વારા બાલ સ્વરૂપ હનુમાન ની સેવા પૂજા કરવામાં આવશે અને ભગવાનને નાનો ભોગ ધરાવવામાં આવશે.

આ પણ વાંચો :  coronavirus : ખુશખબર! કોરોનાના ભુક્કા બોલાવા તબીબોએ શોધી કાઢી બે દવા, Covid-19માં અસરકારકમહત્વનું છે કે કેમ્પ હનુમાન મંદિર અમદાવાદ નું પ્રખ્યાત હનુમાન મંદિર હોય છે. જ્યાં દર્શન માટે દર શનિવારે ભક્તો ની લાંબી કતાર લાગે છે.. ત્યારે કેમ્પ હનુમાન મંદિર ઉપરાંત શહેરના તમામ હનુમાન મંદિર હનુમાન જયંતિ એ ઉજવણી ના કાર્યક્રમ કે જેમાં ભક્તોનો જમાવડો થતો હોય તેવા તમામ કાર્યક્રમ રદ કરાયા છે.

 
First published: April 3, 2020, 12:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading