કોરોનાનો હાહાકાર: વાયરસ વધુ વકરશે તો માર્કેટમાં સોના ચાંદીની અછત સર્જાશે!


Updated: March 18, 2020, 7:21 PM IST
કોરોનાનો હાહાકાર: વાયરસ વધુ વકરશે તો માર્કેટમાં સોના ચાંદીની અછત સર્જાશે!
પ્રતિકાત્મક તસવીર

દિવાળી બાદ માર્કેટ માં 80 ટકા મંદી છે. કોરોના વાયરસે સોના ચાંદીના વેપારીઓની મજા બગાડી છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસની અસર સોના ચાંદી માર્કેટ પર પણ જોવા મળી રહી છે. જો વાયરસ વધુ વકરશે તો આગામી દિવસોમાં સોના અને ચાંદી ની માર્કેટમાં અછત વર્તાશે તેવી ભીતિ હાલ જવેલર્સ એસોસિએશન ના વેપારીઓ સેવી રહ્યા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. જેના પગલે વિવિધ દેશોમાં અર્થતંત્ર પર અસર પડી રહી છે. તેવામાં કોરોના વાયરસની અસર સોના ચાંદી માર્કેટ પર પણ જોવા મળી રહી છે. એક તરફ દીવાળીના સમયથી જ જવેલર્સ બિઝનેસ માં મંદીનો માહોલ છવાયો છે. દિવાળી બાદ માર્કેટ માં 80 ટકા મંદી છે.

શેરબજારમાં સર્જયેલી સ્થિતિની જવેલર્સ બીઝનેસ પર અસર થતા સોનાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. તેમાં હવે કોરોના વાયરસે સોના ચાંદીના વેપારીઓ ની મજા બગાડી છે. વાયરસ વધુ વકરશે તો માર્કેટમાં સોના ચાંદીની અછત વર્તાવાની વેપારીઓને ભીતિ છે.

આ પણ વાંચો - coronavirus effect: ગોલ્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને સૌથી મોટો ફટકો, માંગ 75 ટકા ઘટી

જવેલર્સ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી નિશાંત ભાઈ ધોળકિયાએ જણાવ્યું કે, સેન્સેક્સ સતત નીચે જતા સોના ચાંદી માર્કેટમાં હજાર - 2 હજારની મુવમેન્ટ સામાન્ય થઈ ગઈ છે જેથી વેપારીઓ ને મુશ્કેલી સર્જાઈ છે. તેમાંય ગ્રાહકો પેપરમાં ભાવ જોઈને આવે છે ત્યાં સુધીમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય છે ગ્રાહકોને સમજાવવા માથાનો દુઃખાવો બન્યું છે. સોના ચાંદી માં ખરાબ પરિસ્થિતિ નું એક કારણ કોરોના વાયરસની અસર પણ છે. ગોલ્ડ હાલમાં તો માર્કેટમાં આવેલેબલ છે પણ યુરોપ ની રિફાઇનરી ઓ બંધ થશે તો પ્રોડક્શન બંધ થઈ જશે સોનાની અને ચાંદીની અછત વર્તાશે.

Responsive (async)

!function(e,i,n,s){var t="InfogramEmbeds",d=e.getElementsByTagName("script")[0];if(window[t]&&window[t].initialized)window[t].process&&window[t].process();else if(!e.getElementById(n)){var o=e.createElement("script");o.async=1,o.id=n,o.src="https://e.infogram.com/js/dist/embed-loader-min.js",d.parentNode.insertBefore(o,d)}}(document,0,"infogram-async");
AMP

 
Loading...

 

દરવર્ષે ભારત ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ગલ્ફ કન્ટ્રી, યુરોપ અને સ્વિત્ઝર્લેન્ડમાંથી ગોલ્ડ ઈમ્પોર્ટ કરે છે. ભારત દરવર્ષે 900થી 1 હજાર ટન સોનુ દુનિયાના વિવિધ દેશોમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. જેમાં થી 40 ટકા સોનુ યુરોપ સાઈડથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. કોરોના વાયરસની આ જ સ્થિતિ રહી તો યુરોપ તરફની રિફાઇનરી ઓ બંધ થશે. તેમજ હાલ મોટા ભાગના દેશોમાં ફ્લાઇટ રદ કરી દેવાઈ છે. જેથી વિવિધ દેશોમાંથી સોનાનું ઈમ્પોર્ટ બંધ છે અને આજ સ્થિતિ આગળ જતાં રહી તો સોનાની આયાત બંધ થશે અને માર્કેટ માં સોના ચાંદી ની અછત વર્તાશે.

એટલું જ નહીં સોનાના ભાવમાં પણ જોરદાર ઉછાળો આવશે તેવું વેપારીઓ માની રહ્યા છે. બીજીતરફ ચાંદી હાલમાં માર્કેટમાં ઉપલબ્ધ નથી. તો ગોલ્ડના ભાવ હાલ અસ્થિર છે અને સ્થિર નહિ થાય ત્યાં સુધી ઘરાકીનો માહોલ જોવા નહીં મળે તેવું પણ વેપારીઓ માની રહ્યા છે.
First published: March 18, 2020, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading