corona effect: પરીક્ષા અંગે ગુજરાત યુનિવર્સિટીએ લીધો અગત્યનો નિર્ણય, વિદ્યાર્થીઓને મોટી રાહત


Updated: September 28, 2020, 8:26 PM IST
corona effect: પરીક્ષા અંગે ગુજરાત યુનિવર્સિટીએ લીધો અગત્યનો નિર્ણય, વિદ્યાર્થીઓને મોટી રાહત
ફાઈલ તસવીર

હાલ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાને લઈ જનરલ ઓપ્સનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓ પરિક્ષા આપવામાં ખુબ જ સરળતા રહેશે.

  • Share this:
અમદાવાદઃ કોરોના વાયરસનું સંક્રમણ ચાલી રહ્યું છે તેવામાં ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં અગત્યનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હાલ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાને લઈ જનરલ ઓપ્સનનો (General Opson) માર્ગ અપનાવવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓ પરિક્ષા આપવામાં ખુબ જ સરળતા રહેશે. જનરલ ઓપશન પદ્ધતિ એટલે કે વિદ્યાર્થીઓને જે પ્રશ્ન પત્રમાં પ્રશ્ન પુછવામાં આવશે તે વિષયનના પ્રશ્ન પત્રમાં હવે વિદ્યાર્થીઓ અથવાનો વિકલ્પ વાળા પ્રશ્નનો જવાબ પણ લખે છે તો તેને પુરા માર્ક મળશે.

કોરોના વારયરસના કારણે લોકડાઉન જાહેર થતા ગત માર્ચ માસથી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કાર્ય બંધ છે. તેવામાં કેટલીક કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યોં છે. જો કે આ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી લક્ષી નિર્ણય લેવામા આવ્યો છે.

જેમાં વિદ્યાર્થીઓને પરિક્ષામાં હવે જનરલ ઓપ્સન આપવામા આવશે. કોરોનાના કહેર વચ્ચે અત્યારે પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યાશાખાની પરિક્ષા લેવામા આવી રહી છે ઉપરાંત કોલેજોમાં પણ 25-30 ટકા કોર્સ ઘટાડવાની વિચારણા ચાલી રહી છે તેની સાથે જનરલ ઓપ્શન સિસ્ટમ અપનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ-માતાનું દૂધ coronavirusને કરી દે છે ખતમ, ચીનના રિસર્ચર્સની સ્ટડીમાં જાણવા મળ્યું

આ જનરલ ઓપશન પદ્ધતિથી વિદ્યાર્થીઓને ફાયદો થશે તેવું યુનિવર્સિટીના પ્રોફેસરો માની રહ્યાં છે. આ સિસ્ટિમ આગામી પરિક્ષા માં લાગુ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જનરલ ઓપશન અંતર્ગત પરિક્ષાની પેપર સ્ટાઇલની વાત કરવામા આવે તો એક ચેપ્ટરમાંથી વિદ્યાર્થીને ઓપ્શન સાથે બે પ્રશ્ન પુછવામા આવતા હતા.

આ પણ વાંચોઃ-સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ સેલ્ફી લઈ રહેલી ડોક્ટરની પત્ની ડેમમાં પડી, ડૂબી જતા મોતઆ પણ વાંચોઃ-અમદાવાદઃ સોના-ચાંદીની કિંમતોમાં થયો ફેરફાર, જાણી લો આજના નવા ભાવ

એમ કુલ 5 પ્રશ્નો ઓપ્શન સાથે પુછવામા આવતા પરંતુ હવેથી જનરલ ઓપ્શન સિસ્ટમ અપાતા 10 પ્રશ્નો પૈકી કોઇપણ 5 પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થીઓને લખવાના રહેશે. એટલે કે વિદ્યાર્થીએ અમુક ચેપ્ટરની તૈયારી ન કરી હોય તો પણ વિદ્યાર્થી તમામ પ્રશ્નોના જવાબ લખી શકશે. જેનાથી વિદ્યાર્થીઓને પેપર લખવામાં તો સરળતા રહેશે જ સાથે પાસ થવામાં પણ સરળતા રહેશે.

મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે અગાઉ પણ મહત્વના નિર્ણય કર્યા છે  તેવામાં વિદ્યાર્થીઓ માટે પરિક્ષાને લઈ સૌથી અગત્યનો અને મોટો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને પરિક્ષા આપવામાં પરેશાની ના રહે તે માટે પરિક્ષામાં પુછાતા પ્રશ્નનો નવો જ વિકલ્પ અપનાવ્યો છે. જે વિદ્યાર્થીઓ માટે ખરેખર હિતકારી નિવડશે.
Published by: ankit patel
First published: September 28, 2020, 8:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading