Home /News /madhya-gujarat /

અમદાવાદ : શિક્ષણ કાર્ય ઓફલાઇનના બદલે ઓનલાઇન કરવા માંગ ઉઠી, વિવિધ સંગઠનોએ શિક્ષણ મંત્રીને કરી રજૂઆત

અમદાવાદ : શિક્ષણ કાર્ય ઓફલાઇનના બદલે ઓનલાઇન કરવા માંગ ઉઠી, વિવિધ સંગઠનોએ શિક્ષણ મંત્રીને કરી રજૂઆત

કોરોના કેસ વધતા વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા પણ ધોરણ 1 થી 8 ની સ્કૂલોમાં ઓફલાઇન સ્કૂલ શિક્ષણ કાર્ય બંધ કરવાની માંગણી કરી છે

Corona cases in Gujarat - ગુજરાતમા કોરોના કેસ વધી રહ્યા છે. કોરોના કેસમાં હવે બાળકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઇ રહ્યા છે. જે વાલીઓ અને સરકાર માટે મોટી ચિંતાનો વિષય છે

અમદાવાદ : ગુજરાતમાં કોરોના કેસ (Corona cases in Gujarat)રોકેટ ગતિએ વધી રહ્યા છે. રાજ્ય સરકાર (Government of Gujarat)દ્વારા વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ 2022 (Vibrant Global Summit-2022)મોકુફ રાખવાનો નિર્ણય કરાયો છે. તેમજ અમદાવાદ (Ahmedabad)શહેરનો સૌથી વધુ પ્રચલિત ફલાવર શો પણ રદ કરવાની જાહેર કરવામાં આવી છે. ત્યારે હવે વાલીઓ અને એનએસયુઆઇએ ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઇન શિક્ષણ (Online education)કરવા માંગ કરી છે.

ગુજરાતમા કોરોના કેસ વધી રહ્યા છે. કોરોના કેસમાં હવે બાળકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઇ રહ્યા છે. જે વાલીઓ અને સરકાર માટે મોટી ચિંતાનો વિષય છે. રાજ્યના શાળા કોલેજના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમતિ થઇ રહ્યા છે તો બીજી તરફ હજુ પણ શાળા અને કોલેજ ઓફલાઇન ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ અને ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક સંઘે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની કોલેજમા ઓનલાઇન શિક્ષણ લાગુ કરવાની માંગ કરી છે. મહામંડળે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે રાજ્યમા કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અધ્યાપકો , વિદ્યાર્થીઓ અને બિન શૈક્ષણિક સ્ટાફ કોરોના ઝપેટમાં આવી ગયા છે. હજુ કેસ વધે નહી તે માટે ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઇન શરૂ કરવા રજૂઆત કરીએ છીએ.

કોરોના કેસ વધતા વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા પણ ધોરણ 1 થી 8 ની સ્કૂલોમાં ઓફલાઇન સ્કૂલ શિક્ષણ કાર્ય બંધ કરવાની માંગણી કરી છે. એનએસયુઆઇના કાર્યકર્તાઓએ અમદાવાદ શિક્ષણ વિભાગ ઓફિસ બહાર પીપીઇ કિટ પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એનએસયુઆઇ પૂર્વના મહામંત્રી ગૌરાંગ મકવાણા સહિતના કાર્યકરોએ 24 કલાકમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવા રજૂઆત કરી હતી. ગુજરાત ઘણી બધી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોરોના ચેપ લાગ્યો છે.

આ પણ વાંચો - કમિશનર લોચન સહેરાએ કહ્યું - AMC તમામ સ્થિતિ માટે તૈયાર, 97 ટકા દર્દીઓને સામાન્ય લક્ષણ

ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવા રજૂઆત કરી છે. ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલ જણાવ્યું હતું કે કોરોના અને ઓમિક્રોન વેરીઅન્ટની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા છેલ્લા થોડા દિવસોમા ગુજરાતની ઘણી શાળાઓના વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ફેલાવા પામ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓ સંક્રમિત થવા પામ્યા છે. ત્યારે જો વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં સંક્રમિત થાય તો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ દેખાઈ રહ્યુ છે.

આ મહામારીમાંથી બહાર આવવા માટે સૌના સહિયારા પ્રયાસની જરુર વર્તાય છે. શિક્ષણ મંત્રીને અપીલ કરીએ છીએ કે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓનુ ઓફલાઈન શિક્ષણ વ્યવસ્થા બંધ કરી ઓનલાઈન શિક્ષણ રાબેતા મુજબ શરુ કરવામા આવે. સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે પણ સમીક્ષા કરી ઓફલાઈન શિક્ષણ માટેની નવી ગાઈડલાઈન જાહેર કરી તેનુ ચોકસાઈથી પાલન કરાવવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. વિદ્યાર્થી અને વાલીઓને કોઈપણ જાતના દબાણ વિના ઓનલાઈન / ઓફલાઈન શિક્ષણ અંગે પોતાની પસંદગી કરવા દેવામા આવે છે. પરિસ્થિતિને ધ્યાને લઈ પ્રાથમિક ધોરણોનું ઓફલાઈન શિક્ષણ તાત્કાલિક અસરથી બંધ કરવામા આવે એવી અપીલ કરીએ છીએ.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર