Home /News /madhya-gujarat /

રિયાલિટી ચેક: અમદાવાદમાં BRTS 100% ફૂલ, તંત્ર બેજવાબદાર લોકોનું જે થવું હોય એ થાય

રિયાલિટી ચેક: અમદાવાદમાં BRTS 100% ફૂલ, તંત્ર બેજવાબદાર લોકોનું જે થવું હોય એ થાય

AMTS અને BRTS 50% સાથે ચાલશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો છતાં અમદાવાદમાં આ નિયમનું પાલન નથી થતું.

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય અને નાગરિકોને અવર જવર માટે અગવડ પણ ન પડે તે માટે તંત્ર દ્વારા 50 ટકા ક્ષમતા સાથે AMTS અને BRTS બસને ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ : શહેરમાં ફરી કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. બે દિવસ પહેલા અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી. જેમાં AMTS અને BRTS 50% સાથે ચાલશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો છતાં અમદાવાદમાં આ નિયમનું પાલન નથી થતું.

અમદાવાદ Amtsમાં 50 % કેપિસિટી સાથે લોકો મુસાફરી કરે છે પરંતુ Brtsમાં કોઈ નિયમનું પાલન નથી થતું. ન્યુઝ૧૮ ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું ત્યારે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં એક સાથે ભરચક થયેલી કુલ 5 બસ જોવા મળી. આ અંગે Brtsનું સંચાલન કરતા તથા અસ્સિસન્ટ કમિશનર વિશાલા ખનામાંએ ટેલીફોનીક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, અમે BRTS બસને સરકારના નિયમ પ્રમાણે 75 % સાથે ચલાવીએ છીએ અને પ્રવાસીઓ જાતે બસમાં સફર કરે છે. અમે પાલન કરાવી શકીએ પરંતુ દરરોજ ૧૦ વાગ્યા પછીની ભીડથી લોકોમાં તંત્ર માટે રોષ જોવા મળે છે.

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય અને નાગરિકોને અવર જવર માટે અગવડ પણ ન પડે તે માટે તંત્ર દ્વારા 50 ટકા ક્ષમતા સાથે AMTS અને BRTS બસને ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. મોટાભાગની બસમાં સીટ ફૂલ જોવા મળે છે. સોશિયલ ડિસ્ટન્સના નિયમ નો ભંગ જોવા મળે છે. સારંગપુર સ્ટેન્ડ પર ઉભેલા અધિકારીના કહેવા પ્રમાણે, સાંજે સાડા આઠ વાગ્યા પછી ટિકિટ બંધ કરી દેવાની તેમને સૂચના મળી છે. જોકે આ સૂચના તેમને કોણે આપી તે અધિકારીને પણ ખબર નથી એટલે રાતના મોડે સુધી બસ ચાલે નહિ.

મહત્વનું છે કે, 6 જાન્યુઆરીએ 4,213 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1,835 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 14 હજારને પાર એટલે કે 14,346 પર પહોંચ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: BRTS, Coronavirus, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર