Home /News /madhya-gujarat /corona effect: વિઘ્નહર્તા ગણપતિ ઉત્સવને પણ કોરોનાનું વિઘ્ન નડ્યું,  વેપારીઓ અને ભક્તો બંનેમાં નિરાશા

corona effect: વિઘ્નહર્તા ગણપતિ ઉત્સવને પણ કોરોનાનું વિઘ્ન નડ્યું,  વેપારીઓ અને ભક્તો બંનેમાં નિરાશા

વેપારીની તસવીર

આ વખતે કોરોના ગાઇડલાઇન પ્રમાણે તેમને બેથી અઢી ફૂટની જ મૂર્તિઓ બનાવી છે મોટી મૂર્તિઓ બનાવી નથી.

અમદાવાદઃ કોરોના કાળમાં (coronavirus) ગણેશ ઉત્સવની (Ganesh Utsav) શરૂઆત થઈ રહી છે. ત્યારે ભક્તોમાં ક્યાંકને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે જે ઉત્સાહ દર વર્ષે જોવા મળે છે તે ભકતો અને વેપારીઓમાં આ વર્ષે નથી. વેપારી મૂર્તિકારો ગણેશ ઉત્સવની સિઝનમાં આખા વર્ષનું કમાઈ લેતા હોય છે પરંતુ આ વખતે તેમની આવક 40 ટકા જ રહી ગઈ છે.

દર વખતે તેઓ વિશાળકાય મોટી મૂર્તિઓ પણ બનાવતા હોય છે પરંતુ આ વખતે કોરોના ગાઇડલાઇન (corona guideline) પ્રમાણે તેમને બેથી અઢી ફૂટની જ મૂર્તિઓ બનાવી છે મોટી મૂર્તિઓ બનાવી નથી. તેથી આવક પણ તેમની ઓછી થવાની છે અને લોકો પણ આ વખતે મૂર્તિને ખરીદી ઓછી કરી રહ્યા છે પરિણામે તેમના ધંધા પર 60% માર પડી છે

બંગાળનાં મૂર્તિકારો અમદાવાદમાં આવી ગયા છે. બંગાળી કારીગર દર વર્ષે મૂર્તિનાં વ્યવસાય માટે અમદાવાદ આવે છે. બંગાળી મૂર્તિકાર કે પી બંગાળી જણાવે છે કે તેમણે આ વખતે માટીની મૂર્તિઓ તૈયાર કરી છે અને તે પણ સરકારી ગાઈડલાઈન્સ મુજબ માટીની. અને તે પણ બે  થી અઢી ફૂટ સાઇઝની જ. તો આયોજકો પણ આ વખતે સાદગીપૂર્ણ રીતે ગણેશ ઉત્સવ ઉજવાશે એવું જણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ-જાહેરનામાનો ભંગ: સુરતમાં ગણેશ સ્થાપના પહેલા ગણેશ મૂર્તી સાથે આયોજકોને લઈ પોલીસ પહોંચી પોલીસ સ્ટેશન

આ પણ વાંચોઃ-કેરળઃ ગર્ભવતી હાથણીના મોતની ઘટનાના બાદ ગર્ભવતી ભેંસની હત્યા, છ લોકોની ધરપકડ

આ પણ વાંચોઃ-3 Idiots ફિલ્મ જેવી ઘટના! ચાલુ ટ્રેનમાં પ્રસુતિ પીડા ઉપડતા ફોન ઉપર સલાહ લઈને મહિલા પોલીસે કરાવી સફળ ડિલિવરી

કસ્તુરબાનગર ગણેશ પંડાલ સરસપુરના પ્રમુખ આનંદ શર્મા જણાવે છે કે અમારે ત્યાં દર વર્ષે ગણેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે સાદાઈથી માટીની નાની મૂર્તિ અમે લાવ્યા છીએ અને સાદાઈથી ઉત્સવની ઉજવણી પણ કરવાના છીએ.

વીડિયોમાં જુઓ આજની દેશભરની તમામ મુખ્ય ખબરો
" isDesktop="true" id="1014793" >

ઉપરાંત પંડાલમાં ભક્તોને પ્રવેશ નહીં આપવામાં આવે social distancingના માધ્યમથી લોકો ગણપતિના દર્શન પણ કરી શકશે. પોતાના વિસ્તારમાં જ  કે ઘરમાં જ ગણપતિનું વિસર્જન પણ કરવામાં આવશે તો કેટલીક જગ્યાએ જાહેર જનતાને ઓનલાઇન ગણપતિ દર્શન ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
Published by:ankit patel
First published:

Tags: Coronavirus, Eco ganesha

विज्ञापन
विज्ञापन