corona effect: અમદાવાદમાં ખમણ, પાપડી, ફાફડા સહિતના ફરસાણનો સ્વાદ લાગશે ફિક્કો, ભાવમાં ધરખમ વધારો


Updated: September 14, 2020, 10:11 PM IST
corona effect: અમદાવાદમાં ખમણ, પાપડી, ફાફડા સહિતના ફરસાણનો સ્વાદ લાગશે ફિક્કો, ભાવમાં ધરખમ વધારો
ફરસાણની તસવીર

કોરોના વાયરસ કાળમાં દરેક વ્યક્તિને મોંઘવારી નડી રહી છે. અનલૉક 4ની જાહેરાત બાદ દરેક વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે.

  • Share this:
અમદાવાદઃ કોરોના વાયરસ (coroanvirus) કાળમાં દરેક વ્યક્તિને મોંઘવારી નડી રહી છે. અનલૉક 4ની (Unlock-4) જાહેરાત બાદ દરેક વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે પરંતુ હવે આ મોંઘી વસ્તુઓ માં તમને ગાંઠિયા અને ખમણ નો સ્વાદ પણ ફિક્કો લાગશે.

ગુજરાતમાં ફરસાણ ના ભાવ ઊંચકાયા છે જે ફરસાણ 180 કિલો મળી રહ્યું હતું. તે હવે 280 રૂપિયા કિલો મળી રહ્યા છે. જેને કારણે હવે નહિ આવે ગાંઠિયાનો સ્વાદ...હવે ખમણ પણ લાગશે ફિક્કા..પાપડી કે ફાફડા...દરેક નો સ્વાદ હવે મોંઘો લાગશે.

જી.હા ગુજરાત ભરમાં એકાએક ફરસાણના ભાવ વધી ગયા છે. જે ખમણ તમને બજારમાં 180રૂપિયાથી 250 રૂપિયા કિલો મળતા હતા એ જ ખમણ તમને 300 રૂપિયા કિલો મળશે. માત્ર ખમણ નહિ ગાંઠિયા પાપડી ફાફડા દરેક ના ભાવ વધ્યા છે.

આ પણ વાંચોઃ-PHOTOS: બિહાર ચૂંટણીમાં છવાઈ બ્લેક ડ્રેસ વાળી છોકરી, વિદેશથી ભણીને આવી છે, CM બનવાનું છે સપનું

આ અંગે ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના કમિટી મેમ્બર એ જણાવ્યું કે મોંઘવારીને લીધે આ ભાવ બદલાયા છે જ્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના ફૂડ કમિટીના પ્રમુખ હિરેન ગાંધી માનવું છે કે આ ભાવ વધવા પાછળ જવાબદાર કારણ કદાચ લોક ડાઉન ઇફેક્ટ હોય શકે છે

આ પણ વાંચોઃ-માજી CMએ ફરી પાછું દારુ પીવાનું શરૂ કર્યું હોય તેમ લાગે છે' 'બાપુ' ઉપર અલ્પેશ ઠાકોરે કર્યો કટાક્ષઆ પણ વાંચોઃ-પતિની ક્રૂર હરકત! ગર્ભવતી પત્નીના પેટ ઉપર માર્યું પાટું, ગર્ભમાં રહેલા છ મહિનાના બાળકનું મોત

શું છે ફરસાણનો ભાવ?
આપે ખમણ ના ભાવ જાણ્યા કે 180 રૂપિયે કિલો મળતા ખમણ 300 રૂપિયા મળી.રહ્યા છે પરંતુ માત્ર ખમણ જ નહિ પાપડી ફાફડા ગાંઠિયા જેવી દરેક બેસન માંથી બનતા ફરસાણના ભાવો ઉંચકાયા છે. બેસનના ભાવો ઘટ્યા છે પરંતુ આ ભાવ સાથે વેપારીઓ માટે ચિંતાનો વિષય છે.

નાસ્તા.      (2 મહિના પહેલા ). ( આજના ભાવ )

પાપડી       300  410

ગાંઠિયા      290  330

ફાફડા        320 450

દાળવડા    250  400

ભજીયા.   180 250
Published by: ankit patel
First published: September 14, 2020, 10:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading