ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિ! છેલ્લા 24 કલાકમાં નવા 1101 પોઝિટિવ કેસ અને 22 લોકોના મોત

ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિ! છેલ્લા 24 કલાકમાં નવા 1101 પોઝિટિવ કેસ અને 22 લોકોના મોત
ફાઈલ તસવીર

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1101 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કુલ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 63,675એ પહોંચી છે. જ્યારે 24 કલાકમાં 22 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુ આંક 2487 થયો છે.

 • Share this:
  અમદાવાદઃ ગુજરાત (Gujarat) સહિત દેશમાં કોરોના વાયરસ (coronavirus) દિવસેને દિવસે હાહાકાર મચાવી રહ્યો છે. કોવિડ-19 (covid-19) ગુજરાતમાં રોજે રોજ વધુ ફેલાતો રહે છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1101 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કુલ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 63,675એ પહોંચી છે. જ્યારે 24 કલાકમાં 22 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુ આંક 2487 થયો છે.

  બીજી તરફ 805 લોકો કોરોના મૂક્ત થઈને પોતાના પરિવારજનો પાસે પરત પહોંચ્યા છે. આમ કુલ 46,587 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત આજે 23,255 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ કુલ 8,14,335 ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 14601 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર અને 14520 દર્દીની હાલત સ્થિર છે.  અત્યાર સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોરોના વાયરસની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદમાં કુલ 26,818 કેસ અને 1603 લોકોના મોત થયા છે. સુરતમાં 13,568 કેસ અને 436 લોકોના મોત, વડોદરામાં 4843 કેસ અને 85ના મોત, ગાંધીનગરમાં 1541 કેસ અને 45ના મોત થયા છે.

  આ ઉપરાંત રાજકોટમાં 1985 કેસો અને 30 લોકોના મોત થયા છે. પાટણમાં 630 કેસ અને 5 લોકોના મોત થયા છે. જામનગરમાં 817 કેસ અને 14ના મોત નોંધાયા છે.

  આ પણ વાંચોઃ-coronavirus: વિદેશોથી આવી રહેલા લોકો માટે સરકારે બદલ્યા નિયમ, 8 ઓગસ્ટે થશે લાગુ

  અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ કેસ 26,818 અને મૃત્યુઆંક 1,603
  અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો શહેર અને જિલ્લામાં એક સમયે કોરાનાના 250થી 300 જેટલા કેસ નોઁધાતા હતા. જો કે નવા કેસો 170ની આસપાસ સ્થિર થવા લાગ્યા છે.

  આ પણ વાંચોઃ-અનોખો સેવા યજ્ઞ! માત્ર 7 ધોરણ સુધી ભણેલી રોપડા ગામની આ મહિલાએ ગામના બાળકોને ભણાવવાનું બીડું ઉપાડ્યું

  આ પણ વાંચોઃ-દુનિયાની પહેલી કોરોના વેક્સીન આવ્યા પહેલા જ કેમ ઘેરાઈ વિવાદોમાં?

  આજે શહેર અને જિલ્લામાં 155 કેસ નોંધાયા છે. જ્યારે 107 દર્દી સાજા થયા છે અને 2 દર્દીના મોત થયા છે. આ પહેલા છેલ્લે 16 એપ્રિલે 1 અને 12 એપ્રિલે 2 દર્દીના મોત થયા હતા. 16 એપ્રિલ બાદ દૈનિક મોતનો આંક ક્યારેય 2 રહ્યો નથી. આમ 107 દિવસ બાદ 3થી ઓછા મોત નોંધાયા છે.

  કોરોનાએ સુરતની હાલત કરી ખરાબ! નવા 237 લોકોને ચોટ્યો કોરોના
  સુરતમાં (surat) કોરોનાના દર્દી (corona patient) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 237 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 209 જયારે ગ્રામીણ વિસ્તારમાં 28 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 14162 પર પહોંચી છે. જયારે આજે 12 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 621  પર પહોંચ્યો છે, તેવામાં આજે 254 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
  Published by:ankit patel
  First published:August 02, 2020, 21:22 pm

  ટૉપ ન્યૂઝ