Home /News /madhya-gujarat /

અમદાવાદ: ધર્મ પરિવર્તન મામલે UP ats અને ગુજરાત atsની મોટી કાર્યવાહી, ફન્ડિંગ કરનાર સલાઉદીનની ધરપકડ

અમદાવાદ: ધર્મ પરિવર્તન મામલે UP ats અને ગુજરાત atsની મોટી કાર્યવાહી, ફન્ડિંગ કરનાર સલાઉદીનની ધરપકડ

ધર્મ પરિવર્તન મામલે એટીએસ દ્વારા એકની ધરપકડ

હવાલા મારફતે 3 વાર 10 લાખ રૂપિયા મોકલ્યા હતા, આરોપી ગુજરાતના વડોદરામાં પોતાની NGO ચલાવી રહ્યો છે. એક નહીં 2 NGOમાં વિદેશી ફન્ડિંગ મળતું

અમદાવાદ : ગુજરાત ATS અને UP ATSની મદદથી અમદાવાદમાં મોટી કાર્યવાહી કરવામાં આવી. ગુજરાત ATS દ્વારા સલાઉદ્દીન શેખ નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી. આરોપી ઉપર ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા ધર્માંતરણ મામલે ફન્ડિંગ કરવાનો આરોપ લાગ્યો છે. હાલ સમગ્ર મામલે ચોંકાવનારી માહિતી સામે આવી છે. ગુજરાત ATS પકડેલા સલાઉદ્દીન શેખ નામના વ્યક્તિની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી દ્વારા UP માં દાખલ થયેલ ધર્માંતરણ કેસમાં 10 લાખનું ફન્ડિંગ કર્યાનું સામે આવ્યું છે. આરોપીએ ત્રણ વખત હવાલા મારફતે રૂપિયા ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં મોકલ્યાનું તપાસમાં સામે આવ્યું.

એટલું જ નહીં પણ આરોપી ગુજરાતના વડોદરામાં પોતાની NGO ચલાવી રહ્યો છે. એક નહીં 2 NGOમાં વિદેશી ફન્ડિંગ મળતું હતું. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ઉંમર ગૌતમ સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ ધર્માંતરણ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ખાસ કરીને રૂપિયા સહિત અન્ય લાલચ આપીને ધર્માંતરણ કરાવતા. મુખ્યત્વે મુકબધીર અને મહિલાઓને વધુ ટાર્ગેટ બનાવતા. ઉમર ગૌતમ પહેલા હિન્દૂ હતો પરંતુ વર્ષો પહેલા તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે. આ કેસમાં ગુજરાત કનેક્શન સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે ત્યારે સલાઉદ્દીન સિવાય પણ આ ગેંગમાં કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઅમદાવાદ : સેલિબ્રિટી જેવા કપડા અને શૂઝના શોખમાં દંપત્તી આવી ગયું આર્થિક ભીંસમાં, પહોંચ્યા જવેલર્સમાં લૂંટ કરવા

કોણ છે ઉમર ગૌતમ?

મૌલાના ઉમર ગૌતમ આસામની મરકઝ-ઉલ-મારિફ નામની સંસ્થાની સાથે કામ કરતો હતો. આ સંગઠન બાંગ્લાદેશી અને રોહિંગ્યા નાગરિકો માટે કામ કરે છે. આસામમાં તેને આતંકી સંગઠન ગણાવીને 2010માં તેના વિરુદ્ધ દિસપુસમાં ફેરા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તન લઈને હવે રોજબરોજ નવા નવા ખુલાસોઓ સામે આવી રહ્યાં છે. યુપી અને બીજાં રાજ્યોમાં થઈ રહેલા ધર્મપરિવર્તનના મામલાઓમાં વિદેશી ફંડિગની સાથે વિદેશી માસ્ટરમાઈન્ડનું કનેક્શન સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદ : હોટલમાં રૂમ બુક કરાવી નબીરાઓ જામી હતી દારૂની મહેફિલ, પોલીસે રેડ કરી 9ની કરી અટકાયત

તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ દાવા મોડ્યુલની સત્યતા સામે આવી રહી છે. હિંદુઓના ધર્મપરિવર્તનના મામલે up ATSએ અત્યારસુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. ATSએ લખનઉથી 21 જૂનના રોજ મૌલાના જહાંગીર અને મૌલાના ઉમર ગૌતમને પક્ડ્યા હતા. એ બાદ સોમવારે મહારાષ્ટ્રના ઈરફાન શેખ, હરિયાણાના મન્નુ યાદવ ઉર્ફે અબ્દુલ મન્નાન અને નવી દિલ્હીથી રાહુલ ભોલાની ધરપકડ પણ કરી છે. તો આ પહેલાં લખનઉથી પકડાયેલા ઉમર ગૌતમના ઈસ્લામિક દાવા સેન્ટરના તાર કતરના સૌથી મોટા ધર્મપરિવર્તન કરાવનાર ઈન્ટરનેશનલ માસ્ટરમાઈન્ડ બિલાલ ફિલિપ સાથે જોડાયેલા છે. બિલાલ ફિલિપ ભારતના મોસ્ટ વોન્ટેડ ઝાકિર નાઇકનો સહયોગી રહ્યો છે.
Published by:kiran mehta
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन