અમદાવાઃ કોરોના સમયમાં (coronavirus) નવરાત્રિ (Navratri 2020) મામલે ડોક્ટરો અને કલાકારો વચ્ચે જામેલો વિવાદનો જંગ આખરે પૂર્ણ થયો છે. જે કલાકારોએ ડૉક્ટર્સ (doctor and artist controversy) વિરુદ્ધ સોશિયલ મીડિયામાં (social media) અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલે આખરે કલાકારોએ માફી માંગતા આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકાયુ છે. તો બીજી તરફ ડોક્ટરો એ કલાકારો સામે કરેલી સાયબર ક્રાઈમની (cyber crime) ફરિયાદ પાછી લેવાનો નિર્ણય કર્યો છે.
કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને તેને લઈને નવરાત્રિ અને ગરબાનું આયોજન થવું જોઈએ કે નહીં તેને લઈને છેલ્લા કેટલાક સમયથી મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જેને પગલે ડોક્ટરો દ્વારા ગરબા ના યોજવા જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો પરંતુ કોરોના અને લોકડાઉન ના કારણે આર્થિક સંકડામણ નો સામનો કરી રહેલા કેટલાક કલાકારોએ ડોક્ટરોના આ નિર્ણય નો વિરોધ નોંધાવ્યો હતો.
ડોક્ટર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. એટલું જ નહીં નવરાત્રિ દરમિયાન આ ડોક્ટરો ને ત્યાં જઈ ઢોલ નગારા સાથે અને પોસ્ટર સાથે વિરોધ કરવાની ચીમકી અપાઈ હતી. જેને લઈને સમગ્ર મામલો ગરમાયો હતો. તો બીજીતરફ ડોક્ટરો દ્વારા આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. જોકે આખરે અન્ય કલાકારોના આગેવાનો દ્વારા ડોક્ટરો અને કલાકારો વચ્ચે સમાધાન સધાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. જેને લઈ છેલ્લા કેટલાક દિવસોથી ડોકટરો અને કલાકારો વચ્ચે ચાલી રહેલ મતભેદોનો સુખદ અંત આવ્યો છે.
આ અંગે ડોક્ટર વસંત પટેલ એ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન અંદાજે 2 કરોડ લોકો ગરબે ઘૂમતા હોય છે જેથી આ વખતે કોરોનાની આ મહામારી માં સંક્રમણ ના ફેલાય અને કેસોના વધે તે હેતુથી ગરબાના યોજાય તે સૌના હિતમાં હતું. અને તેને ધ્યાને રાખીને જ સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે.
તેમજ કલાકારો એ ડોક્ટરો વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી તે મુદ્દે કલાકારો વતી તેમના આગેવાન અભિલાશ ઘોડા અમારો સંપર્ક કર્યો હતો. અને આ મુદ્દે અભિલાશ ઘોડા તેમજ અન્ય કલાકારો બબલુ અમદાવાદી, અને રૂપેશ અમીન એ માફી માંગી છે.
જેથી ડોક્ટરોએ પણ તેમના વિરુદ્ધ કરેલી ફરિયાદ પાછી લેવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે કલાકારોએ આવેશમાં આવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી પરંતુ આખરે કલાકારોને ભૂલ સમજતા અને માફી માંગતા વિવાદ પર પૂર્ણવિરામ મૂકાયું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર