કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની કૉલેજે વિદ્યાર્થીઓની ભીડ ભેગી કરતા વિવાદ

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની કૉલેજે વિદ્યાર્થીઓની ભીડ ભેગી કરતા વિવાદ
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની કૉલેજે વિદ્યાર્થીઓની ભીડ ભેગી કરતા વિવાદ

કોરોનાના વધતા કેસોને પગલે શિક્ષણ વિભાગ દ્વારા શાળા અને કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો આદેશ કર્યો છે. તેમ છતાં કેટલીક કોલેજો વિદ્યાર્થીઓને બોલાવી ભીડ એકઠી કરી રહી હોવાના દ્રશ્ય સામે આવ્યા છે

  • Share this:
અમદાવાદ : શહેરના આશ્રમ રોડ પર આવેલી નવગુજરાત કોલેજ વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવવા મામલે વિવાદમાં સપડાઈ છે. એકતરફ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તેવામાં વિદ્યાર્થીઓને ફી ભરવા ભીડ ભેગી કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે વિવાદ થતા કોલેજ પ્રસાસને આખરે હવે ફી ઓનલાઇન વસુલવાનું નક્કી કર્યું છે.

કોરોનાના વધતા કેસોને પગલે શિક્ષણ વિભાગ દ્વારા શાળા અને કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો આદેશ કર્યો છે. તેમ છતાં કેટલીક કોલેજો વિદ્યાર્થીઓને બોલાવી ભીડ એકઠી કરી રહી હોવાના દ્રશ્ય સામે આવ્યા છે. શહેરની નવગુજરાત કોલેજમાં વિદ્યાર્થીઓને ફાઉન્ડેશન કોર્ષની માત્ર 100 રૂપિયા જેટલી ફી ભરવા વિદ્યાર્થીઓને કોલેજ બોલાવવામાં આવ્યા હતા. જેમાં એક ક્લાસમાં 70થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. જોકે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરવા બોલાવતા વિદ્યાર્થીઓમાં પણ નારાજગી જોવા મળી હતી.આ પણ વાંચો - ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે સેમિસ્ટરની 650 રૂપિયા ફી એક સાથે લઈ લેવાની જગ્યાએ કોલેજ દ્વારા અગાઉ 550 રૂપિયા ફી ભરવા માટે કોલેજ બોલાવ્યા હતા અને ત્યારબાદ 100 રૂપિયા જેટલી બાકી રહેતી ફી વસુલવામાં માટે ફરી કોલેજમાં બોલાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનું એમ પણ કહેવું છે કે જો કોલેજ ઓનલાઇન અભ્યાસ કરાવી શકતી હોય અને ઓનલાઇન પરીક્ષા લઈ શકતી હોય તો ઓનલાઇન ફી કેમ લેવામાં નથી આવતી.

આ અંગે કોલેજોમાં ફી ઉઘરાવતા અધિકારીઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવો હોય તો ફી ભરવી પડે. જયારે આ સમગ્ર મમલે વિવાદ થતા કોલેજ મેનેજમેન્ટને તેની ભૂલ સમજાઈ હતી અને આખરે વિદ્યાર્થીઓની ઓનલાઈન ફી લેવાનું નકકી કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે સરકારની ગાઈડલાઈન છતાં કૉલેજો દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે ત્યારે જો કોઈ વિદ્યાર્થી સંક્રમિત થશે તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે.
Published by:Ashish Goyal
First published:March 31, 2021, 18:17 pm

ટૉપ ન્યૂઝ