કોરોનાની સારવારમાં વપરાતા આ ઈન્જેક્શન અંગે MLA જિગ્નેશ મેવાણીએ સરકાર ઉપર કર્યા ગંભીર આક્ષેપ

કોરોનાની સારવારમાં વપરાતા આ ઈન્જેક્શન અંગે MLA જિગ્નેશ મેવાણીએ સરકાર ઉપર કર્યા ગંભીર આક્ષેપ
આનંદ યાજ્ઞિક અને જિગ્નેશ મેવાણીની તસવીર

ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ આનદ યાજ્ઞિક અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પ્રેસ યોજવામાં આવી હતી જેમાં ટોસીલોઝૂમેબ દવાને લઈ રાજ્ય સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે.

  • Share this:
અમદાવાદઃ ધમણ-1 વેન્ટિલેટર (Dhaman-1 ventilator) અને N95 માસ્ક અંગે ગુજરાતનું (Gujarat) રાજકારણ ગરમાયું છે જે હજી શાંત થયું નથી. ધમણ-1 અંગે સરકાર અને વિપક્ષ બંને આમને સામને આવી ગઈ છે. જોકે, હવે ટોસીલોઝૂમેબ ઇન્જેક્શન (Toxilozumab injection) અંગે નવો વિવાદ ઊભો થયો છે. અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) અને હાઇકોર્ટના એડવોકેટ આનંદી યાજ્ઞિક દ્વારા પ્રેસ યોજવામાં આવી હતી. જેમાં તેમને સરકાર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સી.એમ રૂપાણી અને નીતિન પટેલ બંને મળીને સરકારી ખૂન કરી રહ્યા છે.

રાજ્યમાં ધમણ 1 અને માસ્કને લઈ રાજકારણ હજુ શાંત થયું નથી. ત્યાંજ એક ટેમરા ઇન્જેક્શનની અછત વચ્ચે રાજકારણ શરૂ થયું છે. એક ટેમરા ઇન્જેક્શનમાં ટોસીલોઝૂમેબ નામનું ડ્રગ્સ આવે છે. અને આ દવા કોરોનાના દર્દીને આપવામાં આવે તેવી વાત તબીબો દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના (Gujarat high court) એડવોકેટ આનદ યાજ્ઞિક અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પ્રેસ યોજવામાં આવી હતી જેમાં ટોસીલોઝૂમેબ દવાને લઈ રાજ્ય સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે.આ પણ વાંચોઃ-એર ઈન્ડિયાની મોટી ચૂક! પાઇલટ નીકળ્યો કોરોના પોઝિટિવ, અડધા રસ્તેથી પાછું બોલાવ્યું વિમાન

જીગ્નેશ મેવાણીએ સરકાર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ જી સી એસ હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિને બચાવવા માટે પ્રયત્નો કર્યા પણ ના બચાવી શક્યા. સરકાર જોડે હજારોની સંખ્યા ટોસીલો ઝૂમેબ છે તેમ છતાં આપવામાં આવતા નથી. જયંતિ રવીને એસ.વી.પી હોસ્પિટલમાં દાખલ વ્યક્તિ માટે અમે અનેક રજૂઆત કરી પરંતુ હેલ્થ કમિશ્નરએ મદદના કરી. ગુજરાત હાઇકોર્ટના ધ્યાનમાં અમે આ મુદ્દો મૂક્યો હતો. પરંતુ એડવોકેટ જનરલ દ્વારા કોર્ટમાં ખોટું કહેવામાં આવ્યું છે. એડવોકેટ જનરલએ કહ્યું કે રાજ્ય સરકાર તમામ જરૂરિયાત લોકો ને આ ઇન્જેક્શન આપી રહી છે. નીતિન પટેલ ની ભલામણ હોય તોજ આ ઇન્જેક્શન મળે છે. આ મોટું કૌભાંડ છે.

આ પણ વાંચોઃ-રાજકોટ : 'હું ચા પીવા ગયો અને શેઠે ત્રીજા માળેથી પડતુ મુકી આપઘાત કર્યો, જોયું તો લોહીલુહાણ પડ્યા હતા'

જીગ્નેશ મેવાણી બાદ હાઇકોર્ટ એડવોકેટ આનદ યાજ્ઞિક એ પણ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. આનદ યાજ્ઞિકે સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોરોના થી ગુજરાતમાં 30થી 50 માણસો રોજ મળી રહ્યા છે. દરેક લોકો ને જીવવાનો અધિકાર છે. અને તે મૂળ ભૂત અધિકાર છે. રાજ્ય માં સરકારી ખૂન થઈ રહ્યા છે. ટોસિલો ઝૂમેબ થી કોરોના દર્દી ને રાહત થાય છે.

વધુમાં તેઓએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે સિવિલ અને એસ.વી.પીમાં પૈસા આપવા છતાં આ દવા મળતી નથી. આ ઇન્જેક્શન સરકાર સિવાય ક્યાંય મળતું નથી. સરકાર પાસે આ ઇન્જેક્શન છે. એટલે લોકો વધુ પૈસા ખર્ચીને બ્લેક માં ઇન્જેક્શન ખરીદવા મજબૂર છે. સી.એમ રૂપાણી અને નીતિન પટેલ બંને મળીને સરકારી ખૂન કરી રહ્યા છે.
Published by:News18 Gujarati
First published:May 30, 2020, 16:25 pm

ટૉપ ન્યૂઝ