માલધારી મહાસંમેલનને મંજૂરી ન મળતાં મામલો બિચક્યો, ઉગ્ર વિરોધની ચીમકી

News18 Gujarati
Updated: January 19, 2019, 4:29 PM IST
માલધારી મહાસંમેલનને મંજૂરી ન મળતાં મામલો બિચક્યો, ઉગ્ર વિરોધની ચીમકી

  • Share this:
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ સમાજ પોતાનું શક્તિપ્રદર્શન કરી આડકતરી રીતે નેતાઓ અને પાર્ટીઓને સંદેશો આપી રહ્યાં છે. આવી જ રીતે અમદાવાદ ખાતે માલધારી સમાજ મહાસંમેલનનું આયોજન કર્યું છે, આ સંમેલનમાં ગૌચરની જમીન , શિક્ષણ અને ઘાસચારા સહીતના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી, જો કે ચર્ચા થાય એ પહેલા જ વિવાદ સર્જાયો છે, સ્થાનિક પ્રસાસને સંમેલન માટે મંજૂરી ન આપી, હવે નારાજ લોકો હાલ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યાં છે.

અહીં ક્લિક કરી વાંચો Great Indian Sale: 80 હજારનું ટીવી માત્ર 43 હજારમાં!

પોતાની વિવિધ માગણીઓ લઇને માલધારી સમાજના લોકો માટે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમંલનમાં પહેલીવાર રબારી , ભરવાડ , ચારણ , ગઢવી અને માલધારી લોકો એક મંચ પર આવ્યા હતા. જે દરમિયાન ગૌચર ની જમીન , શિક્ષણ અને ઘાસચારા સહીતના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. તો આ સંમેલનમાં અલ્પેશ ઠાકોર , કિર્તીદાન ગઢવી , જીગ્નેશ કવિરાજ સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા.

સમંલનની તમામ તૈયારીઓ થઇ ગઇ, અમદાવાદમાં વસ્ત્રાપુર પાસે મંજૂરી પણ આપી દેવામાં આવી. પરંતુ છેલ્લી ઘડીએ સંમેલનની મંજૂરી રદ્દ કરી દેવાતા સંમેલન સંચાલકો ઉશ્કેરાયા હતા, સભા સ્થળે વસ્ત્રાપુર પોલીસ પહોંચી હતી અને સંમેલન બંધ કરવાના પ્રયાસો કરાયા હતા. જો કે આ દરમિયાન પોલીસ અને માલધારી સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. કેટલાક માલધારીઓ ધરણા પર પણ બેસી ગયા હતા.

મહાસંમેલનમાં મોટી સંખ્યામાં માલધારી મહિલાઓ પણ હાજર રહી હતી. જો કે અચાનક મંજૂરી રદ્દ કરતાં મહિલાઓ દ્વારા ભજન શરૂ કરી વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી મંજૂરી નહીં મળે ત્યાં સુધી ભજન ચાલુ રાખવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
First published: January 19, 2019, 3:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading