પાક વીમાના કોલ સેન્ટરોના ટોલ ફ્રી નંબરો પર ફોન ન લાગતા હોવાની ફરિયાદ, રાજકારણ ગરમાયું

News18 Gujarati
Updated: November 1, 2019, 1:33 PM IST
પાક વીમાના કોલ સેન્ટરોના ટોલ ફ્રી નંબરો પર ફોન ન લાગતા હોવાની ફરિયાદ, રાજકારણ ગરમાયું
રાજ્ય સરકારે વીમા કંપનીના ટોલ ફ્રી નંબરો જાહેર કર્યા છે.

ભાજપના જ બે પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ અને તેજશ્રીબેને મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો, કૉંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકાર પર આક્ષેપો કર્યા, મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા સૂચવા આપી

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગર : રાજ્યમાં (Gujarat)માં પાક વીમાના મુદ્દે (Crop Insurance) ખેડૂતોનો વીમા કંપનીઓના (Insurance company)ના ટોલ ફ્રી (Toll Free) નંબરો પર સંપર્ક ન થઈ શકતો હોવાની રાવ ઉઠી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકશાન થયા બાદ રાજ્ય સરકારે વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર જાહેર કર્યા હતા. જોકે, ઘણા જિલ્લાઓમાંથી ખેડૂતોની ફરિયાદ આવી રહી છે કે ટોલ ફ્રી નંબર પરથી સંપર્ક થઈ રહ્યો નથી. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્ય સચિવને ફરિયાદોનું તાત્કાલિક નિવારણ લાવવા સૂચના આપી છે. આ સૂચનાને પગલે ચીફ સેક્રેટરીએ તાત્કાલિક નિકાલ કરવા અધિકારીઓની તાકીદ કરી અને તમામ નંબરો કાર્યરત રહે તે મુદ્દે અધિકારીઓને સૂચના આપી છે. ટોલ ફ્રી નંબર મુદ્દે કોઈ પણ ફરિયાદો આવે તો મુખ્ય સચિવ જાતે તેના પર સીધી નજર રાખશે.

આ પણ વાંચો :  જાસૂસીની Inside Story : ઇઝરાયેલની એજન્સી તમારા વૉટ્સઍપ સુધી કેવી રીતે પહોંચી?

ભાજપના પૂર્વ ધારાસભ્યોએ પત્ર લખ્યો


કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવીને જોડાયેલા નેતાઓ તેજશ્રીબેન પટેલ અને ધવલસિંહ ઝાલા એ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. ધવલસિહ ઝાલાએ cm ને પત્ર લખીને ખેડૂતોને વળતર ચૂકવવા માંગણી કરી છે. બાયડ વિસ્તારના ખેડૂતોને વળતર ચૂકવવા ધવલસિંહે માંગણી કરી છે,તો તેજશ્રીબેન પટેલે કૃષિ પ્રધાન આર.સી.ફળદુને પત્ર લખીને વિરમગામ માંડલ અને દેત્રોજ ના ખેડૂતોને વળતર ચૂકવવા માંગણી કરી છે.

આ પણ વાંચો :  આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, પ્રત્યેક ખેડૂત પાસેથી 2500 કિલો ખરીદાશેકૉંગ્રેસના નેતા પાલ આંબલિયાનો આક્ષેપ

દરમિયાન ગુજરાત કૉંગ્રેસના નેતા પાલ આંબલિયાએ એક વીડિયો જાહેર કરી અને સરકાર પર આક્ષેપ કર્યો છે કે સરકારે જાણી જોઈને ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા છે. આંબલિયાએ વીડિયોમાં જણાવ્યું છે કે સરકારે ટોલ ફ્રી નંબર નો સંપર્ક ન થાય તો શું કરવું તેની માહિતી જાણી જોઈને ન આપી. આંબલિયાએ અપીલ કરી છે કે ખેડૂતો તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરી પાક વીમા મુદ્દે રજૂઆત કરી શકે છે.
First published: November 1, 2019, 12:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading