Home /News /madhya-gujarat /

દારૂબંધી પર ભરતસિંહ સોલંકીનું વિવાદાસ્પદ નિવેદન, જાણો શું બોલ્યા કોંગ્રેસ નેતા

દારૂબંધી પર ભરતસિંહ સોલંકીનું વિવાદાસ્પદ નિવેદન, જાણો શું બોલ્યા કોંગ્રેસ નેતા

ભરતસિંહ સોલંકી

Gujarat Congress - ભાજપ પર પ્રહાર કરતા ભરત સિંહ સોલંકીએ કહ્યું- ભાજપ રાજમાં બુટલેગરો બેફામ બન્યા છે. સરકારના ઓથ નીચે ગેરકાયદેસર દારૂ ગુજરાતમાં વેચાય છે

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress)નેતા ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki)દારુબંધીના કાયદા પર વિવાદનો મધપુડો છંછેડી ભાજપ (BJP)પર કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા અમદાવાદ (Ahmedabad)ખાતે આરજી પ્રીમિયર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ દારુ બંધી હટાવવી જોઇએ કે નહીં તે ગુજરાત (Gujarat) મહિલાઓ નક્કી કરશે તેમ જણાવ્યું હતું. તો સાથે ભાજપ પર નિશાન તાકતા કહ્યું હતું કે ભાજપ રાજમાં બુટલેગરો બેફામ બન્યા છે. સરકારના ઓથ નીચે ગેરકાયદેસર દારુ ગુજરાતમાં વેચાય છે.

ભરતસિંહ સોલંકીએ પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે અહીં યુવાનો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. ઠંડીની મોસમ છે. અહીં તમામ યુવાનોને સારી રીતે જમાડાશે. પરંતુ બીજું કઇ વિશેષ નહીં થઇ શકે કારણ કે ગુજરાતમાં બંધી છે. જે સારો સમય આવશે અને યુગ પરિવર્તન સાથે ગુજરાત જનતા ઇચ્છે અને મોકો મળશે તો તેવામાં કઇક કરીશું.

આ પણ વાંચો - હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનો AAP નેતા યુવરાજ સિંહના દાવો, કહ્યું- પેપર 10-12 લાખમાં વેચાયું

ભરતસિંહ સોલંકીએ દારુબંધીના વિવાદિત નિવેદન પર મીડિયાએ સવાલો કર્યા ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું હતુ કે ગુજરાતમાં દારુ પ્રતિબંધ છે છતા ગેરકાયદેસર વેચાણ સરકારની ઓથ નીચે થાય છે. ભાજપના મળતિયા લાભ મેળવે છે. જો છૂટ અપાય તો રાજ્ય સરકારની તિજોરીમાં આવક થશે. ભાજપના મળતિયા અને બુટલેગરો હાલ ફાયદો થઇ રહ્યો છે જો ગુજરાતની જનતા કોઇ નિર્ણય કરે તો સૌ કોઇને ઠંડીમાં આ ગમશે.

આ પણ વાંચો - અમદાવાદ : પત્ની હોવા છતાં પ્રેમિકા સાથે બીજા લગ્ન કર્યા યુવકે, સવારે અને રાત્રે બે કલાક આવતો ને...

વધુમાં ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે સૌ પહેલા દારુબંધી પર કોંગ્રેસે કડકાઇથી અમલ કરાવ્યો હતો. પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી કહેતા હતા કે ઘનાઢ્ય વ્યક્તિ દારુ પીવે તો કોઇ વાંધો નહી પરંતુ સામાન્ય અને મધ્યવર્ગને પરવડે નહી. આ તો ગાંધીનું ગુજરાત છે. જો 2022માં કોંગ્રેસ સરકાર આવશે તો દારુબંધીને કોંગ્રેસ દુર કરશે તે સવાલના જવાબમાં ભરતસિંહ સોલંકી કહ્યું હતું કે ગુજરાતની મહિલાઓ આ અંગે નિર્ણય કરે તો સારું . મારા એકલાના નિર્ણય કરવાથી કશું નહી થાય છે. ગુજરાતની સાડા છ કરોડ જનતાએ નિર્ણય કરવાનો છે કે દારુબંધી હટવી જોઇએ કે રહેવી જોઇએ
Published by:Ashish Goyal
First published:

Tags: Gujarat Congress, કોંગ્રેસ, ગુજરાત, દારૂબંધી, ભરતસિંહ સોલંકી

આગામી સમાચાર