Home /News /madhya-gujarat /

સી આર પાટીલે ગુજરાતના કોન્ટ્રાક્ટરોને મીઠી ભાષામાં જબરજસ્ત ટોણો મારી દીધો

સી આર પાટીલે ગુજરાતના કોન્ટ્રાક્ટરોને મીઠી ભાષામાં જબરજસ્ત ટોણો મારી દીધો

સી.આર. પાટલી ફાઈલ તસવીર

Gujarat latest news: સરકારનું અભિવાદન કરવા માટે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશન (Gujarat Contractors Association) દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ગાંધીનગરઃ છેલ્લા બે વર્ષમાં ડીઝલ, ડામર, સ્ટીલ અને બાંધકામના અલગ અલગ માલસામાનમાં અસહ્ય ભાવ વધારો કરવામાં આવ્યો હતો તે બાબતે સરકાર (Gujarat Government) દ્વારા અલગ અલગ વિભાગોના કામના ટેન્ડરોમાં (Tenders) રાહત અપાતા ખોરંભે પડેલા કામોને ફરીથી વેગ મળ્યો હતો. આ બાબતે સરકારનું અભિવાદન કરવા માટે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશન (Gujarat Contractors Association) દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી.

મુખ્યમંત્રી દ્વારા કોન્ટ્રાકટરોને આડકતરી રીતે સરકારી કામોમાં ચોરી ન કરવા માટે પણ સૂચન કર્યું હતું. આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે વર્ષ 1989ની આસપાસ પાસ આઉટ થયા ત્યારે ભાઈબંધો સાથે મળીને મે પણ સરકારી બિલ્ડીંગ બનાવી હતી.સરકારી જ છેને એવી માનસિકતા ન રાખીને નિષ્ઠાથી કામ કરવું જોઈએ.

કોન્ટ્રાકટરો એ ક્વોલિટી વર્ક આપવું જોઈએ. જો ક્વોલિટી વર્ક આપશો તો અમે તમારી સાથે છીએ. ગુજરાત એ નરેન્દ્ર મોદીનું ઇજુગ્રોથ એન્જિન છે એને ટકાવી રાખવાની જવાબદારી છે તમે અને હું સાથે મળીને નિભાવીએ.

અભિવાદન સમોરાહમાં CR પાટીલે કહ્યું કે, ગુજરાત મા 5 હજાર કોન્ટ્રાકટર છે જે 10 લાખની રોજી કોન્ટ્રાકટર આપે છે. સીઆર પાટીલે હળવા મૂડમાં કહ્યું કે ભોલા ભાલાં મુખ્યમંત્રી છે અમારા. મુખ્યમંત્રીએ માંગ્યા કરતા પણ વધુ કોન્ટ્રાક્ટરને વધુ આપ્યું મે તો ખાલી ભલામણ જ કરી હતી મુખ્યમંત્રીએ ઘણું બધું આપી દીધું.

આ પણ વાંચોઃ-સુરતઃ લગ્નની લાલચ આપી યુવતી પર પ્રેમીનું દુષ્કર્મ, સાત વર્ષ યુવતીને ભોગવી અને રૂ. 60 લાખ પડાવ્યા

CR પાટીલે કોન્ટ્રાક્ટરોને ટોણો પણ માર્યો અને કહ્યું કે, તમે ટેન્ડર ભરવાનું પણ બંધ કર્યું હતું તે દબાવાની વાત હતી. પણ અમે પણ સમજી ગયા હવે તમે ખુશ છો તો એ રીતે કામ કરજો કે ગુજરાત નું નામ રોશન થાય.

આ પણ વાંચોઃ-UP crime:લગ્નના નામે યુવતીઓને છેતરતો મી.નટવરલાલ ઝડપાયો, 200 યુવતીઓ બની શિકાર

રાજ્યમાં બિસમાર રસ્તાઓની ભરમાર છે અને રસ્તાઓ બનાવનાર કોન્ટ્રાક્ટરો સન્માન કરી રહ્યા હતા ત્યારે કમરતોડ રસ્તાઓને લઇ મંત્રી પૂર્ણેશ મોદીએટકોર કરી કે ગુણવતા વાળા રસ્તા બનાવમાં આવે એવી આશા. કોન્ટ્રાક્ટરો આવનાર દિવસો મા પ્રમાણિકતા રાખે, ગુજરાતના રસ્તાઓ સારા બને તેવી અપેક્ષા છે.

રાજ્યના બાંધકામ સંકળાયેલા 6 નિર્ણય સૌથી મહત્વના કર્યા છે તેમાં હજી એક નિર્ણય બાકી છે. ડામર પ્લાન્ટ, બિન ખેતી અને પોલ્યુશન માટે મુક્તિ માટે  અમે વિચારીએ છીએ તેમાં પણ ચોક્કસ નિર્ણય આપીશું.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, CR Patil, Gujarati news

આગામી સમાચાર