consumer rights news: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Prime minister Narendra modi) દ્વારા ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬માં સુધારો કરીને વધારે અસરકરાક અને ગ્રાહકોને સાચા અર્થમાં સર્વોપરી તથા રાજા બનાવતો (Consumer rights law) કાયદો ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ અમલમાં લાવ્યા હતા.
ગાંધીનગરઃ કેબિનેટ મંત્રી (cabinet minister) નરેશભાઇ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર અને સચિવ મહોમ્મદ શાહિદના માર્ગદર્શન નીચે ગ્રાહકોના હકો (Consumer rights) માટે નિયામક ગ્રાહક સુરક્ષા તંત્રએ (Director Consumer Protection Mechanism) આગવું આયોજન કર્યું છે. યોગ્ય માહિતી અને માર્ગદર્શનના અભાવે ગ્રાહકો પોતાને બીચારા અને લાચારી અનુભવતા હોય છે.
ગ્રાહકોને અંધારામાં રાખવા, છેતરવા તે સમાન્ય બાબત થઈ ગઈ છે અને લોકો દ્વારા તેને મજબુરીથી સ્વીકારી લેવામાં પણ આવતી હોય છે. પરંતુ આ પરિસ્થિતિના નિવારણ માટે તંત્ર દ્વારા સુંદર આયોજન અને સચોટ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Prime minister Narendra modi) દ્વારા ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬માં સુધારો કરીને વધારે અસરકરાક અને ગ્રાહકોને સાચા અર્થમાં સર્વોપરી તથા રાજા બનાવતો કાયદો ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ અમલમાં લાવ્યાં.
આ કાયદા દ્વારા ગ્રાહકોને (૧) માલ, ઉતપાદન અથવા સેવાઓ જે જીવન તથા મિલકતને જોખમ કારક હોય તેની સામે રક્ષણ મેળવવાનો અધિકાર (૨) માલ, ઉતપાદન અથવા સેવાઓની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્રતા, ધોરણ અને કિંમત અંગેની જાણકારી મેળવવાનો અધિકાર (૩) ખાત્રી કરવાનો અધિકાર (૪) સુનવણીકરવાનો અધિકાર (૫) અન્યાયી વેપાર નીતિ, મર્યાદિત વેપાર નીતિ અથવા ગ્રાહકોના અનૈતિક શોષણ સામે નિવારણ માંગવાનો અધિકાર (૬) ગ્રાહક જાગૃતિનો અધિકાર સમાવિષ્ટ છે.
ગ્રાહકોને મળેલ અધિકારોના રક્ષણ માટે નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવે છે જેમાં ગ્રાહકો પોતાની ફરિયાદો નિયંત્રક કાનુનીમાપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી, ૭મો માળ ડિ-૧ વીંગ, બ્લોક નં ૨, કર્મયોગી ભવન સેકટર ૧૦, ગાંધીનગરને મોકલી આપી શકે છે. કચેરીનું ઇ-મેઇલ આઇ.ડી- tolmap-ahd@gujarat.gov.in, હેલ્પલાઇન નંબર ૦૭૯ ૨૩૨૫૫૭૦૦ છે.
નિયંત્રક કાનુનીમાપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરીના અધિકારી તેમજ કર્મચારી દ્વારા પ્રીલિટિગેશનની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રાહકોને કાયદા અન્વયે માર્ગદર્શન અને કાયદાકીય સહાય આપવામાં આવે છે. તેમ છતાં ફરિયાદનું નિવારણ ન થાય તો ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કરવામાં આવે છે. જેથી હવે ગ્રાહકોને તુરંત તેમજ વિના મુલ્યે ન્યાય મળશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર