Bajaj allianz insurance કંપનીને કન્ઝયુમર કોર્ટે ક્લેમના 71 લાખ રૂપિયા ગ્રાહકને ચૂકવવાનો કર્યો હુકમ, જાણો કેસની સંપૂર્ણ વિગત


Updated: August 10, 2020, 7:15 PM IST
Bajaj allianz insurance કંપનીને કન્ઝયુમર કોર્ટે ક્લેમના 71 લાખ રૂપિયા ગ્રાહકને ચૂકવવાનો કર્યો હુકમ, જાણો કેસની સંપૂર્ણ વિગત
કનઝ્યૂમર કોર્ટની ફાઇલ તસવીર

કંપનીએ ગ્રાહક ભારતીબેન જૈન તથા મહાવીર ભાઈ જૈનને 71 લાખ રૂપિયાનો claim ચૂકવાવની ના પાડી દેતા તેમણે કોર્ટમાં રાવ નાંખી હતી.

  • Share this:
અમદાવાદ : કન્ઝયુમર કોર્ટે bajaj allianz લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીને ગ્રાહક ભારતીબેન જૈન તથા મહાવીર ભાઈજ જૈનને 71 લાખ રૂપિયાનો claim ચૂકવવાનો આદેશ આપ્યો છે. bajaj allianz life insurance કંપનીએ claim ચૂકવવાની ના પાડી દીધી હતી અને પરિણામે ભારતીબેન કન્ઝ્યુમર કોર્ટમાં જવાની ફરજ પડી હતી. claim અંતર્ગત bajaj allianz life insurance કંપની કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે early claim હોવાથી અમારી શરત પ્રમાણે અમે ક્લેમ ચૂકવવા બંધાયેલા નથી. પરંતુ તેમના વકીલ વિશ્વાસ દવે એ કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમને આપેલી પોલિસીમાં આવો કોઈ જ નિયમ નો ઉલ્લેખ કરવામાં આવેલ નથી.જેને કોર્ટે માન્ય રાખતા bajaj aliyanse Life insurance કંપની ને ક્લેમ ની રકમ આગામી એક મહિનામાં ચૂકવી આપવા માટે નો મહત્વ નો હુકમ કર્યો છે.

કેસની હકીકત એવી છે કે સેલવાસનાં રહેવાસી ભારતીબેન જૈન અને તેમના પતિ મહાવીર ભાઈએ bajaj allianz life insurance કંપની માંથી 2013માં 71 લાખ 49 હજાર ની પોલીસી લીધી હતી. જેમાં ક્રિટિકલ ઈલનેસ અને તેમની પ્રોપર્ટી પ્રોટેક્શન માટે ની શરતો હતી, કે ગ્રાહકને કોઈ પણ ક્રિટિકલ બીમારી થાય તો તેના ઇન્સ્યોરન્સ ની રકમ ચૂકવવી.

સેલવાસનાં રહેવાસી ભારતીબેન જૈન અને તેમના પતિ મહાવીર ભાઈએ bajaj allianz life insurance કંપની માંથી 2013માં 71 લાખ 49 હજાર ની પોલીસી લીધી હતી.


આ પણ વાંચો :  અમદાવાદ : ધોળકામાં 2 મહિલા, બાળકીની ઘાતકી હત્યા કરનાર આરોપી ઝડપાયો, ખૂની ખેલનું ખુલ્યું રહસ્ય

ઉપરાંત તેના પ્રોપર્ટી લોન ની ચૂકવવાની થતી તમામ રકમ પણ ઇન્શ્યોરન્સ કંપની ચૂકતે કરશે. ત્યારબાદ ભારતીબેન ને ક્રિટિકલ કેન્સરની બીમારી થતાં તેમણે આ પોલીસી claim માટે મૂકી હતી જેથી તેઓ ને આ પોલિસી અંતર્ગત કંપનીએ રૂપિયા ચૂકવવાના થતા હતા.
ઉપરાંત તેમની પ્રોપર્ટી ના હપ્તાની રકમ પણ પૂરેપૂરી કંપનીએ ચૂકવવાની થાય છે તે પ્રકારની શરત હતી.પરંતુ કંપનીએ તેના નકારતાં તેઓએ કોર્ટમાં જવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો :  મોરબી : 'તારા પટ્ટા-ટોપી ઉતારવી દઈશું, તું ખુરશી પર કેમ બેસે છે એ જોઈ લઈશું', મહિલા PSIને ધમકી
Published by: Jay Mishra
First published: August 10, 2020, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading