Home /News /madhya-gujarat /

કોંગ્રેસની સોશિયલ વોર , "અલ્યા_હવે_તો_સુધરો " હેશટેક સાથે ટ્રેન્ડ ટ્વિટર પર છવાયેલો રહ્યો

કોંગ્રેસની સોશિયલ વોર , "અલ્યા_હવે_તો_સુધરો " હેશટેક સાથે ટ્રેન્ડ ટ્વિટર પર છવાયેલો રહ્યો

સોશિયલ મીડિયા ટ્રેન્ડ

ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા દ્વારા જનતા નો અવાજ બુલંદ કરવા અને ભ્રષ્ટ શાસકો ની શાન ઠેકાણે લાવવા માટે ટ્વિટર પર ટ્રેન્ડ , વિકાસ ગાંડો થયો, મારા હારા છેતરી ગયા બાદ નવો ટ્રેન્ડ 

અમદાવાદઃ છેલ્લા 25 ઉપરાંત વર્ષોથી ગુજરાતમાં (Gujarat) ભારતીય જનતા પાર્ટીનું (BJP) રાજ છે, મહાનગર પાલિકા હોયકે નગરપાલિકા રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપેલું હોય છે, કેટલીયે જગ્યાએ તો એવું લાગે છે કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો. ઉલ્લેખનીય છે કે આ મહિનામાં ગુજરાતની મહાનગર પાલિકાઓ, પાલિકાઓ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની ચૂંટણી થવા જઈ રહી છે. જેની તારીખો જાહેર પણ થઈ ગઈ છે.

મહાનગર પાલિકામાં વેરોતો જનતા ભરેજ છે અને ના ભરેતો નોટિસો મળે કે પછી ઢોલ નગારાં વગાડી જનતાનું અપમાન કરવામાં ભાજપનું શાશન કોઈ કસર છોડતું નથી પણ પીવાના પાણી માટે જનતા વલખા મારે છે અથવા તો દુગંધવાળું, કે ગંદકી મિશ્રિત પાણી ઘરે આવે છે ને સાથો સાથ મહાનગર પાલિકાના પાપના કારણેજ નતા ને બીમારીઓની ભેટ મળે છે એ વધારામાં.

ગુજરાતમાં મહિલાઓ મોંઘવારીથી ત્રસ્ત છે, યુવાનો બેરોજગારી થી ત્રસ્ત છે, ત્રણ કાળા કાયદા ઓ ને લઈને ખેડૂતો ત્રસ્ત છે, ગુજરાતની જનતા અહંકારી અને ભ્રષ્ટાચારી શાસનથી કંટાળી ગઈ છે, કોરોના મહામારીમાં ગુજરાતની જનતા સરકાર તરફથી રાહતની રાહ જોઈને બેઠી હતી પણ ગુજરાતની ભાજપ સરકારે અવનવા તઘલગી નિર્ણય લઈ જનતાના જીવ જોખમમાં મૂક્યા અને કરોડો રૂપિયાના દંડ ઉઘરાવ્યા.

આ પણ વાંચોઃ-

આમ આભ્રષ્ટાચારમાંઓ તપ્રોત ભાજપના કુશાશનના કારણે જનતા ત્રાહિત્રા હિથઈ છે ત્યારે સોશ્યલ મીડિયાના માધ્યમથી જનતાનો અવાઝ બુલંદ કરવા અને ભ્રષ્ટશાસકોની શાન ઠેકાણે લાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા #અલ્યા_હવે_તો_સુધરો હેશટેગ ટ્વિટર અને ફેસબુક પર ચાલવામાં આવ્યો હતો.



જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને ટ્વિટર પર ટ્રેન્ડ થયો હતો, જેમાં કોંગ્રેસ  કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતાએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ મહિનામાં ગુજરાતની મહાનગર પાલિકાઓ, પાલિકાઓ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની ચૂંટણી થવા જઈ રહી છે. જેની તારીખો જાહેર પણ થઈ ગઈ છે.
Published by:ankit patel
First published:

Tags: Gujarat Congress, Gujarat Local Body Polls

આગામી સમાચાર