અમદાવાદઃ કોંગ્રેસ મહિલા કોર્પોરેટરનો AMC ઉપર coronaના વાસ્તવિક આંકડાઓ છુપાવવાનો ગંભીર આરોપ 

અમદાવાદઃ કોંગ્રેસ મહિલા કોર્પોરેટરનો  AMC ઉપર coronaના વાસ્તવિક આંકડાઓ છુપાવવાનો ગંભીર આરોપ 
કોર્પોરેટરની તસવીર

અમારા ધ્યાને આવ્યું છે કે, "ગઈકાલે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આખી સોસાયટીમાં ડોર ટુ ડોર સરવે કર્યો હતો છતાં ખાનગી લેબોરેટરીમાં પોઝિટિવ આવેલા કેસની ગણતરી કરી નથી.

  • Share this:
અમદાવાદઃ દિવાળીના તહેવાર (Diwali festival) દરમિયાન લોકોની બેદરકારીના કારણે અમદાવાદ (Ahmedabad) સહિત ગુજરાતમાં (Gujarat) કોરોના વાયરસનો બીજો રાઉન્ડ શરું થયો છે. ત્યારે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર (Corporator of Congress) દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad municipal corporation) કોરોના વાયરસના વાસ્તવિક આંકડા છુપાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રીબહેન કેસરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પર કોરોનાના વાસ્તવિક કેસના આંકડા છુપાવવાનો ગંભીર આરોપ કરતા જણાવ્યું હતું કે, "ચાંદખેડા વોર્ડના આઈઓસી રોડ ઉપર શ્યામ બંગલો નામની સ્કીમ આવેલી છે. આ રહેણાંકની સ્કીમમાં 240 જેટલા બંગલો છે. આજે સોમવારે સવારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવાની કાર્યવાહી કરી છે.અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા આ સોસાયટીમાં માત્ર 12 કેસ દર્શાવવામાં આવ્યા છે પણ વાસ્તવિકતામાં આ સોસાયટીમાં 34 કેસ છે. 22 વ્યક્તિઓએ ખાનગી લેબોરેટરી ગ્રીન કોર્સમાં ટેસ્ટ કરાવ્યા છે પણ ગ્રીન કોર્સ દ્વારા 22 કેસની માહિતી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને આપી નથી અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાણી જોઈ આ આંકડા મેળવવાની કાર્યવાહી કરી નથી.

આ પણ વાંચોઃ-સંબંધો શર્મશાર! 'સસરાએ મારો સંસાર ઉજાડી નાંખ્યો', સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું, વિરોધ કરનાર પુત્રને મારી ગોળી

"અમારા ધ્યાને આવ્યું છે કે, "ગઈકાલે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આખી સોસાયટીમાં ડોર ટુ ડોર સરવે કર્યો હતો છતાં ખાનગી લેબોરેટરીમાં પોઝિટિવ આવેલા કેસની ગણતરી કરી નથી. જાણી જોઈ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન તંત્ર દ્વારા 22 કેસ છુપાવવામાં આવી રહી છે. આ સિવાય દરેક ખાનગી લેબોરેટરીએ દૈનિક ધોરણે તેમના ત્યાં આવતા પોઝિટિવ કેસની માહિતી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન તંત્રને આપવાની હોય છે. પણ ગ્રીન કોર્સ દ્વારા એક અઠવાડિયાથી પોઝિટિવ કેસની વિગતો અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન તંત્રને આપી નથી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ દેવ દિવાળીએ સોના-ચાંદીના ભાવમાં બોલાયો મોટો કડાકો, ફટાફટ જાણી લો નવા ભાવ, હજી પણ ભાવ ઘટવાના એંધાણ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ટંકારા: નવ વર્ષની બાળકી ઉપર ઓવરબ્રિજની બાઉન્ડ્રીવોલ પડતા કમકમમાટી ભર્યું મોત, પરિવારમાં શોકનો માહોલ

આ પ્રકારની ગંભીર બેદરકારી છતાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગ્રીન કોર્સને નોટિસ આપવાની કે માહિતી મેળવવાની તસ્દી લેવાઈ નથી. આ સ્થિતિ એ સ્પષ્ટ કરે છે કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખાનગી લેબોરેટરીના કોરોના પોઝિટિવ કેસની માહિતી એકત્ર કરાતી નથી. આ પ્રકારે કેસ છુપાવવામાં આવી રહ્યાં છે. જો અમારી એક સોસાયટીમાં કુલ 34 કેસ છે જે પૈકી 12 કેસ સરકારી તંત્રમાં નોંધાયેલા છે જ્યારે 22 કેસ રેકર્ડ ઉપર લેવાયા નથી.આ પ્રકારે શહેરમાં સેંકડો કેસ છુપાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશો કોરોનાના સંક્રમણને રોકવાને બદલે વાસ્તવિક આંકડા છુપાવવાનો ખેલ ચાલી રહ્યો છે. સત્તાધીશોની આ પ્રકારની નીતિના કારણે કોરોના વધુ વકરી રહ્યો છે. દરેક ખાનગી લેબોરેટરીના નામ સાથે દૈનિક રીતે નોંધાતા કેસની માહિતી અમદાવાદ મ્યુનિ.ની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આ પ્રકારે આંકડા છુપાવનારા અધિકારી અને ખાનગી લેબોરેટરીના સંચાલકો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તે અંગે કમિશનરને પત્ર લખી રજુઆત કરવામાં આવશે."
Published by:ankit patel
First published:November 30, 2020, 18:12 pm