કોંગ્રેસ કાઢશે સંવાદ યાત્રા, તમામ જિલ્લામાં કરશે સીધો સંવાદ

News18 Gujarati
Updated: March 9, 2018, 10:11 PM IST
કોંગ્રેસ કાઢશે સંવાદ યાત્રા, તમામ જિલ્લામાં કરશે સીધો સંવાદ
દેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીને સાઇડ લાઇન કરી, પરેશ ધાનાણીને અપ કરવાની આ કવાયત કોંગ્રેસ પક્ષમાં માનવામાં આવી રહી છે...

દેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીને સાઇડ લાઇન કરી, પરેશ ધાનાણીને અપ કરવાની આ કવાયત કોંગ્રેસ પક્ષમાં માનવામાં આવી રહી છે...

  • Share this:
કોંગ્રેસ સંગઠનને મજબુત કરવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી સંવાદ યાત્રા કાઢશે. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં સંવાદ યાત્રા સમગ્ર ગુજરાતમાં વિસ્તારમાં ફરશે, અને કોંગ્રેસ પક્ષના નબળા સંગઠનને મજબુત કરવા કવાયત હાથ ધરાશે. લોકસભા ચૂંટણી પહેલા. કોંગ્રેસ પક્ષ બુથ સુધી જવા માટે. આ સંવાદ યાત્રાનું આયોજન કરાયુ હોવાનું મનાય છે.

કોંગ્રેસના જાણકાર સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પરેશ ધાનાણી આ યાત્રાની આગેવાની કરશે. રાહુલ ગાંધીની ઓફિસથી આ સુચના પરેશ ધાનાણીને અપાઇ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીને સાઇડ લાઇન કરી, પરેશ ધાનાણીને અપ કરવાની આ કવાયત કોંગ્રેસ પક્ષમાં માનવામાં આવી રહી છે. સાથે લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પણ આને જોવામાં આવી રહી છે.

બીજીબાજુ, પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે કોંગ્રેસ શિસ્ત સમિતિની બેઠક મળી હતી. જેમાં વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધ કાર્ય કરનાર નેતાઓ પાસેથી ખુલાશો માગવામાં આવ્યો હતો. જેના અનુસધાને આજે શિસ્ત સમિતિ સમક્ષ, નોટિસ મળનાર નેતાઓએ હાજરી આપી હતી, અને શિસ્ત સમિતિ સમક્ષ પોતાનો ખુલાશો રજૂ કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે પહેલા તબક્કામાં 45 અને બીજા તબક્કામાં 17 નોટિસ કાર્યકર્તાઓ અને નેતાઓને આપવામાં આવી હતી. જેનો લેખિતમાં જવાબ લઇ રીપોર્ટ તૈયાર કરી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સોપવામાં આવશે, અને ત્યાર બાદ પક્ષ પ્રમુખ જવાબદાર નેતાઓ સામે કાર્યવાહી કરશે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસ શિસ્ત સમિતિના ચેરમેન નટવરસિંહ મહિડાએ કહ્યુ હતું, કે જો જરૂર લાગશે, તો પુરાવાના આધારે કેટલાક નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે.

સ્ટોરી - પ્રણવ પટેલ
First published: March 9, 2018, 7:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading