Home /News /madhya-gujarat /પેટા-ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં સ્થાનિક કાર્યકર્તાને ધ્યાનમાં લેવાશે: કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ

પેટા-ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં સ્થાનિક કાર્યકર્તાને ધ્યાનમાં લેવાશે: કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ

રાજીવ સાતવ

આજે પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ સાતવે રાજ્યના સિનિયર નેતાઓ સાથે બંધબારણે બેઠક કરશે અને ઉમેદવારોની પસંદગી વિશે ચર્ચા કરશે. 

    પ્રણવ પટેલ, અમદાવાદ: ગુજરાતમાં યોજનારી છ વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારી માટે અને ગુજરાત કૉંગ્રેસ દ્વારા આયોજીત ‘ગાંધી સંદેશ યાત્રા’માં ભાગ લેવા માટે આવેલા ગુજરાત કોગ્રેસ પ્રભારી રાજીવ સાતવે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, છ વિધાનસભાની ચુટંણી માટે ગુજરાત કોગ્રેસ તૈયાર છે અને આ ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં સ્થાનિક કાર્યકર્તાઓને ધ્યાનમાં લેવામાં આવશે,”.

    ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે વધુમાં જણાવ્યું કે, “આજે આખા દેશમાં આર્થિક મંદી પ્રવર્તી રહી છે. ઔદ્યોગિક યુનિટો બંધ થઇ રહ્યાં છે. લોકો બેરોજગાર થઇ રહ્યાં છે અને નવી રોજગારી પેદા થતી નથી. વિકાસની વાતો કરનારી ભાજપની સરકારમાં વિકાસ દૂર-દૂર સુંધી ક્યાંય દેખાતો નથી. પ્રજાને સ્પર્શતા આ સવાલોને વાચા આપવા માટે અમે આંદોલન કરીશું,”.

    રાજ્યમાં પેટા-ચૂંટણીઓમાં કોંગ્રેસ અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે ગઠબંધન થશે એ પ્રશ્નના જવાબમાં રાજીવ સાતવે જણાવ્યું કે, કોંગ્રેસ અને એન.સી.પી વચ્ચે ગઠબંધન વિશે કોઇ પ્રસ્તાવ નથી. જ્યારે પ્રસ્તાવ આવશે ત્યારે ચર્ચા કરીશું,”.

    આજે પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ સાતવે રાજ્યના સિનિયર નેતાઓ સાથે બંધબારણે બેઠક કરશે અને ઉમેદવારોની પસંદગી વિશે ચર્ચા કરશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: By polls, GPCC, Rajiv Satav, કોંગ્રેસ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन