શું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના સભ્ય પદમાં પણ થશે કોંગ્રેસનો સફાયો?

શું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના સભ્ય પદમાં પણ થશે કોંગ્રેસનો સફાયો?
શું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના સભ્ય પદમાં પણ થશે કોંગ્રેસનો સફાયો?

700 કરોડથી વધુનું વાર્ષિક બજેટ ધરાવતી અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક આવેલી શાળાઓના સંચાલન માટે સ્કૂલ બોર્ડ સમિતિની રચના આગામી ટૂંક સમયમાં કરાશે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ હવે સ્કૂલબોર્ડના સભ્ય પદમાં પણ કોંગ્રેસનો સફાયો થાય તેવું જોવા મળી રહ્યું છે. કોર્પોરેશનના સભ્યપદ માટે કુલ 15 સીટ છે જે પૈકી 3 સીટ પર સરકાર નિમણુંક કરે છે. જ્યારે ચૂંટાયેલા કોર્પોરેટરના આધારે 12 સીટો પર સ્કૂલબોર્ડના સભ્યો માટેનું સભ્ય પદ નક્કી થતું હોય છે. પણ આ વખતે AMCની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસના કોર્પોરેટરનું સંખ્યાબળ ઓછું રહેતા સ્કૂલબોર્ડમાં કોંગ્રેસના માત્ર એક ઉમેદવારને સભ્યપદ મળશે તેવું ચિત્ર સામે આવી રહ્યું છે.

700 કરોડથી વધુનું વાર્ષિક બજેટ ધરાવતી અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક આવેલી શાળાઓના સંચાલન માટે સ્કૂલ બોર્ડ સમિતિની રચના આગામી ટૂંક સમયમાં કરાશે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામ જોતા સ્કૂલ બોર્ડ સમિતિમાંથી પણ કોંગ્રેસનો સફાયો થતો જોવા મળી રહ્યો છે. 15 સભ્યોની એવી સ્કૂલ બોર્ડ સમિતિમાં આ વખતે માત્ર એક જ વિપક્ષના નેતાને સ્થાન મળે તેવી સ્થિતિ પેદા થઈ છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સ્કૂલ બોર્ડના 15 સભ્યો તમામ શાળાઓના સંચાલનની પ્રક્રિયા પર દેખરેખ રાખતા હોય છે.આ પણ વાંચો - અમદાવાદ શહેરમાં હવે પાણીના એટીએમ, 16 સ્થળો પર પીપીપી પાયલોટ પ્રોજેક્ટ

આ 15 સભ્યોની વાત કરીએ તો 3 સભ્યોની નિમણુંક રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે છે. જેમાં 1 સભ્ય તરીકે DEO અને બે સભ્ય તરીકે રાજ્ય સરકાર અંતિમ મહોર લગાવે તેવી વ્યક્તિની પસંદગી કરાતી હોય છે. બાકી રહેતા 12 સભ્યોમાં એક બેઠક અનામત, 3 બેઠક મેટ્રિક પાસ ઉમેદવાર માટે ફાળવવામાં આવતી હોય છે. જ્યારે બાકીની 8 બેઠક પર કોર્પોરેટર ના હોય તેવી વ્યક્તિ પણ કોર્પોરેટરના મેન્ડેટ અને ટેકાના સહારે દાવેદારી નોંધાવતા હોય છે.

આ વખતે સર્જાયેલી પરિસ્થિતિ મુજબ સ્કૂલ બોર્ડના સમિતિમાં શાસક પક્ષ એટલે કે ભાજપનો દબદબો ફરી એકવાર જોવા મળશે. 15 સભ્યોમાંથી DEOને બાદ કરતાં બાકીના 13 સભ્યો શાસકપક્ષ એટલે કે ભાજપના નિમણુંક પામશે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જ્યારે કોંગ્રેસ માત્ર એક સભ્ય સાથે સમેટાઈને રહી જશે. મહત્વનું છે કે સમયંતરે અમદાવાદની 400થી વધુ શાળાઓના વહીવટી પ્રશ્નો અને વિધાર્થીઓની સવલતો માટે સ્કૂલબોર્ડના કોંગ્રેસના સભ્યો વિરોધ નોંધાવતા હોય છે. પણ આ વખતે જો કોંગ્રેસ એક જ સભ્ય રહેશે તો વિરોધ કેવી રીતે થઈ શકશે તે એક પ્રશ્ન છે.
Published by:Ashish Goyal
First published:March 30, 2021, 20:51 pm

ટૉપ ન્યૂઝ