કૉંગ્રેસ વિધાનસભા કૂચ : ચાવડાએ કહ્યું, 'રાજ્યમાં અંગ્રેજોને શરમાવે તેવું શાસન'

News18 Gujarati
Updated: December 9, 2019, 10:02 AM IST
કૉંગ્રેસ વિધાનસભા કૂચ : ચાવડાએ કહ્યું, 'રાજ્યમાં અંગ્રેજોને શરમાવે તેવું શાસન'
ફાઇલ તસવીર

કૉંગ્રેસનું આજે ગાંધીનગરમાં હલ્લાબોલ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કાર્યક્રમ પહેલાં કહ્યું, ' ભાજપના શાસનમાં પ્રજા દુ:ખી અને ત્રસ્ત છે'

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં શિયાળીની એન્ટ્રી થતાની સાથે તાપમાનનો પારો ગગડ્યો છે પરંતુ રાજકારણ ( Politics) ગરમાયું છે. આજથી શરૂં થનારા ગુજરાત વિધાનસભાના (Gujarat Assembly) ટૂંકા શિયાળુસત્રના (Winter session) પ્રારંભે કૉંગ્રેસે (Gujarat congress) વિવિધ મુદ્દાઓને અનુલક્ષીને વિધાનસભા ઘેરાવ (Vidhansabha kooch)નું એલાન આપ્યું છે. જોકે, સરકાર દ્વારા કૉંગ્રેસની વિધાનસભા કૂચને મંજૂરી ન આપાવમાં હોવાથી પાટનગરમાં 1500 પોલીસકર્મીઓ (Police) ખડકી દેવામાં આવ્યા છે. કૉંગ્રેસને વિરોધની મંજૂરી ન મળી હોવાથી મધરાત્રિએ વિપક્ષે કાર્યક્રમનું સ્થળ બદલ્યું છે. કાર્યક્રમ પહેલાં કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ (President Gujarat Congress) અમિત ચાવડાએ (Amit Chavada)એ સરકારનો ઉધડો લીધો હતો તેમણે કહ્યું હતું કે, 'ભાજપના સાશનમાં પ્રજા દુ:ખી અને ત્રસ્ત છે, ગુજરાતમાં અંગ્રેજોને શરમાવે તેવું સાશન છે'

અમિત ચાવડાએ જણાવ્યું, “ સરકારની નીતિઓના કારણે બેરોજગાર યુવાન સરકારી ભરતીમાં સામેલ થાય અને તેમાં કૌભાંડ થઈ જાય. યુવાનો ન્યાય માંગે પાંચ પાંચ દિવસે પણ ન્યાય ન મળે, મહિલાઓ પર બળાત્કારની વધતી ઘટનાઓ, મહિલાઓની સુરક્ષા. મંદી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર, ખેડૂતોને પાકવીમાની સહાયતા ન મળે, આ તમામ મુદ્દે કૉંગ્રેસે આજે સરકારને ઘેરવાનું એલાન આપવામાં આવ્યું છે. પોલીસે વિદ્યાર્થીઓને ઘરેથી ઉઠાવી જઈને પકડી લીધાં. કાર્યકર્તાઓની ઠેરઠેર અટકાયત થઈ હોવા છતાં કૉંગ્રેસ દ્વારા વિધાનસભા કૂચ કરશે. રાજ્યમાં અંગ્રેજોને શરમાવે તેવું શાસન છે.”

આ પણ વાંચો : કૉંગ્રેસની વિધાનસભા કૂચ : 1500 પોલીકર્મીઓનાં બંદોબસ્ત સાથે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું

હવે યુવાન, મહિલા ખેડૂત જાગ્યા છે, કૉંગ્રેસ સાથે છે : ચાવડા

ચાવડાએ જણાવ્યું, રાજયમાં ઠેરઠેર પોલીસે અડધીરાત્રે ઘરે જઈ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓને ઉઠાવી લાવે છે. મુખ્યમંત્રી સંવિધાનની વાત કરે છે ત્યારે બીજી બાજુ સરકાર પોલીસને આગળ કરી અને અંગ્રેજોને શરમાવે તેવું લોકોનો અવાજ દબાવે તેવું શાસન ચલાવી રહ્યા છે. જોકે, હવે ગુજરાતનો યુવાન, મહિલા, ખેડૂત જાગ્યા છે અને સરકાર તેની સાથે છે.આ પણ વાંચો :  આ સરકારે આદિવાસીઓને ભારોભાર અન્યાય કર્યો છે : BTP નેતા છોટુ વસાવા

'ધરપકડ થાય કે લાઠી ચાર્જ કૉંગ્રેસ મક્કમ છે'

અમિત ચાવડાએ કહ્યું હતું કે 'જેવી રીતે દેશમાં અંગ્રેજોનું શાસન કાયમી ચાલ્યું નહોતું તેવી રીતે દેશમાં ભાજપનું શાસન કાયમી નહીં ચાલે. આજે ગાંધીનગરમાં ધરપકડ થાય કે લાઠીચાર્જ કૉંગ્રેસ વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર ભાજપને ઘેરવા માટે મક્કમ છે.'
First published: December 9, 2019, 10:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading