સાણંદ તા. પંચાયત ચૂંટણીમાં ભાજપના 6 બળવાખોરોએ કોંગ્રેસને અપાવી જીત

News18 Gujarati
Updated: June 29, 2018, 8:59 PM IST
સાણંદ તા. પંચાયત ચૂંટણીમાં ભાજપના 6 બળવાખોરોએ કોંગ્રેસને અપાવી જીત

  • Share this:
અમદાવાદ જિલ્લાની સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના જ આંતરિક રાજકારણે ભાજપને હરાવ્યું છે. આજે મળેલ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ભાજપના પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાથી નારાજ થયેલા 6 બળવાખોર સભ્યોને કોંગ્રેસના સાત સભ્યોના સમર્થન સાથે તાલુકા પંચાયત પર કબ્જો મેળવ્યો હતો.

પ્રદીપ સિંહ વાઘેલા દ્વારા 19 અને 22 જૂનના રોજ મળેલ સામાન્ય સભામાં સાણંદ તાલુકા પંચાયત પર ભાજપની સ્ટે જળવાય રહે તે પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ ભાજપ માંથી બળવો કરી ગયેલા 6 સભ્યો ને કોંગ્રેસના સાત સભ્યોનો ટેકો મળતા પ્રમુખ તરીકે રંજનબા વાઘેલા અને ઉપપ્રમુખ પદે ભરતસિંહ ડોડીયાની વરણી થઇ હતી.

સાણંદ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ભરત સિંહ ડોડીયાએ જણાવ્યું કે, સાણંદ તાલુકા પંચાયતમાં અમારી જીત થઇ છે.વિધાનસભા ની ચૂંટણી બાદ અમારી સ્થાનિક નેતાઓ વાત ન સાંભળતા અમે સતા મેળવી છે.અમારી પ્રાથમિકતા ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરવાની રહશે.
First published: June 29, 2018, 8:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading