અહેમદ પટેલ ગુજરાતમાં, GDP અને ઇડી મુદ્દે ભાજપ પર કર્યા આકરા પ્રહારો

News18 Gujarati
Updated: September 1, 2019, 8:37 PM IST
અહેમદ પટેલ ગુજરાતમાં, GDP અને ઇડી મુદ્દે ભાજપ પર કર્યા આકરા પ્રહારો
અમદાવાદમાં કાર્યક્રમમાં સંબોધી રહેલા અહેમદ પટેલ

કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અમદાવાદમાં આવ્યા છે. અહીં તેઓએ સ્વ દિવ્યાબહેન રાવળની પ્રતિમાનું અનાવરણ કર્યું.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદઃ કોંગ્રેસના ટોચના નેતા અહેમદ પટેલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ આવેલા અહેમદ પટેલે સ્વ. દિવ્યાબહેન રાવળની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ મીડિયા સાથે વાતચીતમાં તેઓએ હાલમાં જ આવેલા GDPના રિપોર્ટ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે સરકાર લોકોની ભાવનાઓ સાથે રમે છે. વર્તમાન આર્થિક સ્થિતિ દેશ માટે ચિંતાનો વિષય છે.

દેશની આર્થિક કથડતી સ્થિતિ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. માત્ર બિન જરૂરી મુદ્દાઓથી ભાજપ લોકોની ભાવનાઓ સાથે રમે છે. વર્તમાન આર્થિક સ્થિતિ દેશ માટે ચિંતાનો વિષય છે. નોટબંધી પર પૂર્વ વડાપ્રધાન મનમહોનસિંઘે આપેલી આગાહી આજે સાચી પડી છે. જે રીતે ગ્રોથ રેટ નિચે જઇ રહ્યો છે. જે દેશ માટે ઘણો નુકશાનકારક છે. સરકાર બીજી બધી વાતઓ પર ધ્યાન મૂકી GPD પર ધ્યાન રાખવાની જરુર છે. દેશવાસીઓની ભાવના અને લગાણી શોસી શકાય અને લોકોની ધ્યાન બીજી તરફ લઇ જઇ રહ્યા છે, પૂર્વ સરકારમાં આવી સ્થિતિ ક્યારે નથી. ઇતિહાસમાં ન બને તેવી આર્થિક સ્થિતિ છે. માત્ર ગીમિક્સ અને જાહેરાત કરવાની સ્થિતિ નહી સુધરે.

અહીં ક્લિક કરી વાંચોઃ અર્થવ્યવસ્થાને સુધારવા માટે મનમોહન સિંહે મોદી સરકારને આપી સલાહ

તો તેઓએ કહ્યું કે સીબીઆઇ અને ઇડીનો ભાજપ સરકાર દૂર ઉપયોગ કર્યો છે. સરકાર રાજકીય કિનાખોરી રાખી કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કરી રહી હોવાનો આરોપ પણ લગાવ્યો છે.કોંગ્રેસ કોઇથી ડરતી નથી. કાયદો કાયદાનું કામ કરશે. અમને કોઇથી ડર લાગતો નથી.જો હું કે મારો દિકરો કોઇ પણ કેસમાં દોષી હોય તો કાર્યવાહી કરો. સરકાર તમારી પાસે છે. પરંતુ માત્ર રાજકીય ટાર્ગેટ કરી નિશાન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના આગેવાન જ કેમ. શુ ભાજપના નેતાઓ દૂધથી ધોયેલા છે. તેમની સામે ક્યારેય તપાસ કેમ નથી થતી.

કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અમદાવાદની મુલાકાતે હતા. પૂર્વ ગૃહ મંત્રી અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સ્વ પ્રબોધ રાવળ વાનપ્રસ્થાશ્રમ પરિસરમાં તેમના પત્નિ સ્વ દિવ્યા રાવળની પ્રતિમાની અનાવરણ વિધી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ નેતા અહેમદ પટેલ ખાસ ઉપસ્થિત રહી સ્વ પ્રમોદ રાવળ અને દિવ્યા રાવળને યાદ કર્યા હતા અને તેમના સમાજીક કાર્યની પ્રસંશા કરી હતી.

આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. પૂર્વ શહેર પ્રમુખ ચેતન રાવળ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે સ્વ પ્રમોદ રાવળ અને તેમના પત્નિ દિવ્યા રાવળને યાદ કર્યા હતા. અને કહ્યુ હતું, કે દિવ્યાબહેન અને પ્રબોધભાઇને સાચી શ્રદ્વાંજલી ત્યારે જ કહેવાશે જ્યારે તમના કાર્યોને આગળ ધપાવીશું.અહેમદ પટેલ કહ્યું કે જ્યારે પ્રથમવાર લોકસભાની ટિકિટ મળી અને બ્લડ પ્રેશર વધ્યું ત્યારે તેમને મારી સારવાર કરી હતી. તેઓ સર્વગુણસંપન્ન હતા. પ્રેમાળ હતા જરૂર પડે લાલ આંખ કરતા અને શિસ્તના ખુબ આગ્રહી હતા. દિવ્યાબેનના પરિવાર સેવાકીય પ્રવૃતિ ખુબ સારી હતી.
First published: September 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading