પાર્ટી વિરુદ્ધ કામ કરનારાઓને કોંગ્રેસ કરશે સસ્પેન્ડ

News18 Gujarati
Updated: January 28, 2018, 1:50 PM IST
પાર્ટી વિરુદ્ધ કામ કરનારાઓને કોંગ્રેસ કરશે સસ્પેન્ડ
કેટલાક નેતાઓએ પાર્ટી વિરૂદ્ધ કાર્ય કર્યુ હોવાનો અહેવાલ મળી રહ્યો છે...

કેટલાક નેતાઓએ પાર્ટી વિરૂદ્ધ કાર્ય કર્યુ હોવાનો અહેવાલ મળી રહ્યો છે...

  • Share this:
કોંગ્રેસ પક્ષમાં પાર્ટી વિરૂદ્ધ કામગીરી કરનાર, નેતાઓની ખેર નથી. રાહુલ ગાંધીની આખરી મંજૂર બાદ, પાર્ટી વિરૂદ્ધ કાર્ય કરનાર નેતાઓને સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. વિધાનસભા ચૂંટણીમાં સત્તાથી દુર રહેલી. ગુજરાત કોંગ્રેસ હવે,, પાર્ટીમાં મોટા ફેરફાર કરવા જઇ રહી છે.. પાર્ટી વિરૂદ્ધ અનેક નેતાઓને કામ કર્યુ છે.

તે અંગેની ફરિયાદ રાહુલ ગાંધીને મળી હતી. જેના પગલે રાહુલ ગાંધીએ, ગુજરાત કોંગ્રેસ પાસે રીપોર્ટ મગાવ્યો હતો. જેમાં કેટલાક નેતાઓએ પાર્ટી વિરૂદ્ધ કાર્ય કર્યુ હોવાનો અહેવાલ મળી રહ્યો છે.

આ અહેવામાં નેતાઓ દ્વારા સ્થાનિક ઉમદેવારોને મદદ ન કરી હોવાની વાત બહાર આવી છે. જે અંગે સીધો રીપોર્ટ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને આપવામાં આવ્યો છે. જેના પગલે દિલ્હી હાઇકામાન્ડ નિર્ણય કર્યો છે કે, પાર્ટી વિરૂદ્ધ કાર્ય કરનાર સામે પગલા લેવામાં આવશે, અને તેઓની પાર્ટીથી બહારનો રસ્તો આપી દેવામાં આવી છે.
First published: January 28, 2018, 1:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading