અમદાવાદ : 12 માર્ચના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાનો પ્રારંભ કરાવશે. તેમજ આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપ અમૃત મહોત્સવનો શુભારંભ પણ કરાવશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ 12 માર્ચના રોજ ખેડૂત સત્યાગ્રહ યાત્રાનું આયોજન કરાયું છે. એક જ દિવસે બે રાષ્ટ્રીય પક્ષો દ્વારા દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરી માહિતી આપતા કહ્યું હતુ કે ગાંધી અતીત નહી પંરતુ ભવિષ્ય છે તે નારા સાથે ખેડૂતનો અવાજ બની ખેડૂત સત્યાગ્રહ યાત્રા યોજવામા આવશે. જગતનો તાત આજે નુકસાન કરી રહ્યો છે. દિલ્હી બોર્ડર પર છેલ્લા 100 દિવસ ખેડૂત પોતાના હક્ક માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે ખેડૂતના હક્ક માટે કોંગ્રેસ સાબરમતી આશ્રમથી દાંડી સુધી યાત્રા નીકાળશે. પાંચ દિવસ ચાલનાર યાત્રામાં પ્રથમ દિવસે સાબરમતી આશ્રમથી કોચરબ આશ્રમ સુધી પદયાત્રા નીકળશે. ત્યાર બાદ 80 ટ્રેક્ટર દ્વારા આ યાત્રા દાંડી સુધી જશે. ખેડૂત સત્યાગ્રહ યાત્રામાં દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના નેતાઓને પણ આમંત્રિત કરાયા છે. યાત્રા દરમિયાન ગાંધીના વિચારો લોકો સુધી પહોંચાડવામાં આવશે.
અમિત ચાવડાએ કહ્યું હતુ કે અંગ્રેજો શાસન જેવું શાસન વર્તમાનમાં ચાલી રહ્યું છે. લોકોને ગુલામ બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. નરેન્દ્ર મોદીની 12 માર્ચની મુલાકાત પર અમિત ચાવડાએ નામ લીધા વગર વાર કરતા કહ્યું હતુ કે ગોડશે ભક્તોએ હવે ગાંધીને યાદ કર્યા છે. કેમ અત્યાર સુધી ગાંધી, દાંડી યાત્રા યાદ ન આવી. કોંગ્રેસ દર વર્ષે દાંડી યાત્રાનું આયોજન કરે છે. કોંગ્રેસ પક્ષ હંમેશા ગાંધીના પથ પર ચાલતી પાર્ટી છે.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઇપીએલ મેચ અને અન્ય ક્રિકેટ મેચ રમાશે ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે કોરોના કેસ વધી રહ્યા છે. નમેસ્ત ટ્રમ્પ કરી કોરોના કેસમાં વધારો થયો છે. WHOની ગાઇડલાઇન હોવા છતા જાહેર કાર્યક્રમ કરી ભાજપ પોતાના એજન્ટા આગળ ધર્યા હતા. જેના પગલે ગુજરાતના અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારીની જવાબદારી છે કે આવા કાર્યક્રમ પર નિયંત્રણ મુકવા જોઇએ નહીંતર કોરોનામાં હજુ અન્ય જીંદગી હોમાઇ જશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર