કોંગ્રેસ કોરોના અંગેની સરકારની કામગીરીને કોર્ટમાં પડકારશે, ધમણ અંગે ફરી ધમસાણ : અમતિ ચાવડા

News18 Gujarati
Updated: May 25, 2020, 7:10 PM IST
કોંગ્રેસ કોરોના અંગેની સરકારની કામગીરીને કોર્ટમાં પડકારશે, ધમણ અંગે ફરી ધમસાણ : અમતિ ચાવડા
ફાઇલ તસવીર

ચાવડાએ વડોદરા સિવિલ હૉસ્પિટલની મુલાકાત બાદ દાવો કર્યો, સુપરિન્ટેન્ડેન્ટ કહી રહ્યા છે કે ધમણ યોગ્ય રીતે કામ નથી કરતું

  • Share this:
અમદાવાદ : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સ્વદેસી વેન્ટિલેટર ધમણ-1 અંગે આક્રમણ મૂડમાં છે. ચાવડાએ વડોદરા સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ દાવો કર્યો હતો કે સિવિલના સુપરિટેન્ડન્ટના જણાવ્યા મુજબ ધમણ-1 યોગ્ય રીતે કામ નથી કરતું અને તે હવા પહોંચાડવાનું જ કામ કરે છે. ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું કે સરકાર કોરોનાને નાથમાં નિષ્ફળ રહી છે અને કોંગ્રેસ સરકારની કામગીરીની હાઇકોર્ટમાં પણ પડકારશે.

અમિત ચાવડાએ વડોદરાની મુલાકાતનો વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે ધમણ-1 યોગ્ય રીતે કામ નથી કરતું અને તે અંગે સુપરિટેન્ડન્ટ ખુદ ફરિયાદ કરી રહ્યા છે. આ વીડિયો બાદ રાજાકારણ ગરમાયું છે. ચાવડાએ કહ્યું, ' સરકારે એક ખાનગી કંપનીનો પ્રચાર કરી લીધો કઈ વાંધો નહીં પરંતુ હવે સરકારે પોતાની જીદમાંથી બહાર આવી જવું જોઈએ અને સ્પષ્ટતા કરવી જોઈએ કે આ ધમણ-1 વેન્ટીલેટર છે કે નહીં અને તેના કારણે કેટલા લોકોના જીવ ગયા છે?'

આ પણ વાંચો :  રાજ્યના કાંઠા વિસ્તારમાં ત્રાટકી શકે છે વાવાઝોડું, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય

ચાવડાએ ઉમેર્યુ કે 'સરકારને મળેલી ચેતવણી અને તે અંગે લેવાયેલા પગલાં અંગે પિટિશન કરીશું. હોસ્પિટલ્સમાં કરાયેલી કામગીરી અંગેનો મુદ્દો પિટિશનમાં હશે. માસ્કના ભાવ અને PPE કીટ અંગેનો મુદ્દો પણ પિટિશનમાં હશે. કોરોનાના કેસ વધવા અને તેના કારણે થયેલા મૃત્યુ અંગેનો મુદ્દો પણ પિટિશનમાં હશે.

ચાવડાએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે 'ગુજરાતની પ્રજાના આરોગ્ય માટે સરકાર કામ નથી કરતી. દર્દી મૃત્યુ પામ્યા બાદ પણ તેની લાશ કલાકો સુધી રઝળી રહી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીની લાસ BRTS સ્ટેન્ડ પરથી મળે છે. હાઇકોર્ટે નોટિસ આપી એટલે આરોગ્યમંત્રી ખુલાસા આપવા આવ્યા.

આ પણ વાંચો :  અમદાવાદ : રેલવે એ બૂક કરેલી ટિકિટોનું રિફન્ડ આપવાની શરૂઆત કરી, જાણો ક્યાં સુધી પૈસા પરત મળશે


સરકાર ટેસ્ટિંગ ઓછા કરી પોતાની નિષ્ફળતા છૂપાવી રહી છે

અમિત ચાવડાએ કહ્યું કે 'અમે સરકારની કામગીરી અંગે સહકાર આપ્યો જ હતો પરંતુ જ્યાં ગુજરાતની પ્રજાનું હિત જોખમાતું હશે ત્યાં અમે અવાજ ઉઠાવીશું. ગુજરાતમાં ટેસ્ટિંગ ઓછા કરીને સરકાર પ્રજાની સાથે રમત કરી રહી છે અને પોતાની નિષ્ફળતાનો આંકડો છૂપાવી રહી છે. WHOની ચેતવણી હોવા છતાં સરકાર કોંગ્રેસના MLAને ખરીદવામાં વ્યસ્ત હતી અને સરકાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં વ્યસ્ત હતી. ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસના પ્રતિનિધિઓ જશે.
First published: May 25, 2020, 7:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading