Home /News /madhya-gujarat /

અમદાવાદ એરપોર્ટનું નામ બદલી અદાણી એરપોર્ટ કરાતા કોંગ્રેસના ભાજપા પર ગંભીર આક્ષેપો

અમદાવાદ એરપોર્ટનું નામ બદલી અદાણી એરપોર્ટ કરાતા કોંગ્રેસના ભાજપા પર ગંભીર આક્ષેપો

અમદાવાદ એરપોર્ટનું નામ બદલી અદાણી એરપોર્ટ કરાતા કોંગ્રેસના ભાજપા પર ગંભીર આક્ષેપો

કોંગ્રેસે ચીમકી આપી છે કે માત્ર મત મેળવવા સરદાર પટેલનું નામ લેતી ભાજપ સરદાર પટેલના નામને એરપોર્ટથી ભુલાવે નહીં, નહીંતર જલદ આંદોલન થશે

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણ બાદ તેનું નામ બદલી અદાણી એરપોર્ટ કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઇ પટેલનું નામ ભુલાતા કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો સાથે નામ નહીં બદલવા ચીમકી ઉચ્ચારી છે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું છે કે કોંગ્રેસ સરકાર જાહેર સવલતો ઉભી કરી તેના માલિક દેશની જનતાને બનાવતી હતી. નર્મદા યોજના, અમદાવાદ એરપોર્ટ અને કૃષિ યુનિવર્સિટીઓને સરદાર પટેલનું નામ આપી તેમને સન્માનિત કર્યા હતા. જોકે ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે સરદાર પટેલનું નામ ભુલાવવા માગે છે. જે સમયે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર પટેલ એરપોર્ટ રાખવામાં આવ્યું હતું ત્યારે પણ ભાજપે વિરોધ કર્યો હતો. હવે એરપોર્ટનું ખાનગીકરણ કરીને તેમની વર્ષોજૂની મનસા સરદાર વલ્લભભાઇ પટેલનું નામ બદલીને પૂર્ણ કરી છે. અમદાવાદ એરપોર્ટને અદાણી એરપોર્ટ નામ આપ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદ : મંત્રી અને મેયર ઉદ્ઘાટન કરે તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યે હોલનું લોકાર્પણ કરી નાખ્યું



કોંગ્રેસે ચીમકી આપી છે કે માત્ર મત મેળવવા સરદાર પટેલનું નામ લેતી ભાજપ સરદાર પટેલના નામને એરપોર્ટથી ભુલાવે નહીં, નહીંતર જલદ આંદોલન થશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad airport, અદાણી, અમદાવાદ, એરપોર્ટ, કોંગ્રેસ

આગામી સમાચાર