અલ્પેશ ઠાકોરનાં પિતા ખોડાજી ઠાકોરને કોંગ્રેસ પ્રચારમાંથી કરાયા દૂર

News18 Gujarati
Updated: April 19, 2019, 8:19 AM IST
અલ્પેશ ઠાકોરનાં પિતા ખોડાજી ઠાકોરને કોંગ્રેસ પ્રચારમાંથી કરાયા દૂર
અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

અમદાવાદ જિલ્લા સાથે સંકળાયેલી ગાંધીનગર, ખેડા અને સુરેન્દ્રનગર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવારોને ઠાકોર સમાજના મત મેળે તેવી ગોઠવણ પણ કરી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : કોંગ્રેસની ટિકિટ પરથી રાધનપુર બેઠક જીતનાર અને પ્રથમ વાર ધારાસભ્ય બનનાર અલ્પેશ ઠાકોરે લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું ધરી દઇને જાહેરમાં કોંગ્રેસની નીતિની અલ્પેશ આકરી ટીકા કરી છે. ઉપરાંત ખુબ જ ગંભીર આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસમાં પૈસા લઈને ટિકિટનું વેચાણ કરવામાં આવે છે. અલ્પેશ ઠાકોરના પિતા અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ખોડાજી ઠાકોરને કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરવાના ભાગરૂપે લોકસભાની ચૂંટણીના પ્રચાર તેમજ તમામ પક્ષીય બાબતોથી દૂર રાખવાનો પ્રદેશ હાઇકમાન્ડે આદેશ કર્યો છે.

ભાજપનાં ઉમેદવારોને જીતાડવાનું કામ કરી રહ્યાં છે

જો પ્રબળ ચર્ચાઓ પર ધ્યાન આપીએ તો વાત એવી પણ છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ બીજી તરફ ભાજપ સાથે સોદાબાજી કરી રહેલા અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોરે પણ ભાજપના કેટલાંક આગેવાનો સાથે મોટી સોદાબાજી કરી છે. અમદાવાદ જિલ્લા સાથે સંકળાયેલી ગાંધીનગર, ખેડા અને સુરેન્દ્રનગર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવારોને ઠાકોર સમાજના મત મેળે તેવી ગોઠવણ પણ કરી છે.

નીતિન પટેલનાં ટોણાં બાદ હાર્દિકે ટ્વિટર પરથી 'બેરોજગાર' શબ્દ હટાવ્યો

હાર્દિકે કહ્યું,'કોંગ્રેસમાંથી મળેલી ઇજ્જત અને તાકાત સંભાળી શક્યા નહીં અલ્પેશ ઠાકોર'

અમિત શાહની ચાણક્ય નીતિ?મહત્વનું છે કે જ્યારે અલ્પેશે ક્રોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે વાતો ઉઠી હતી કે અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોર આ ત્રણેય ધારાસભ્યો હાલમાં ભાજપમાં જોડાયા નથી. તેઓ અમિત શાહની સુચના મુજબ ભાજપની બી ટીમ તરીકે કાર્ય કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ઠાકોર સેનામાં પણ ઉથલપાથલ થઇ રહી છે. અલ્પેશના વિરોધમાં ભાભર તાલુકામાં ઠાકોર સેનામાં ભંગાણ થતાં ભાભર શહેર ઠાકોર સેનાના પ્રમુખ સહીત 25 કાર્યકરોએ ઠાકોર સેનામાંથી રાજીનામાં ધરી દીધાં છે. એટલું જ નહીં તમામે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું.
First published: April 19, 2019, 8:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading