અમદાવાદ: કોંગ્રેસની આશંકા, નિરવ મોદી જેવું કૌભાંડ AMCમાં થઇ રહ્યું છે

News18 Gujarati
Updated: February 16, 2018, 8:19 PM IST
અમદાવાદ: કોંગ્રેસની આશંકા, નિરવ મોદી જેવું કૌભાંડ AMCમાં થઇ રહ્યું છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ સત્રમાં pnb કૌભાંડના પડઘા પડ્યા હતા..

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ સત્રમાં pnb કૌભાંડના પડઘા પડ્યા હતા..

  • Share this:
પંજાબ નેશનલ બેંક થયેલા ૧૧૩૦૦ કરોડના કૌભાંડનો પડઘો. એએમસીના બજેટ સત્રમાં જોવા મળ્યો હતો. વિપક્ષ કોગ્રેસે આશંકા વ્યક્ત કરી હતી કે, નિરવ મોદી જેવું કૌભાંડ અમદાવાદ કોર્પોરેશનમાં થઇ રહ્યું છે, અને એએમસીને ૧ હજાર કરોડનો ચૂનો લાગી શકે છે.. તો ચાલો નજર કરીએ શું છે નિરવ મોદી જેવું કૌભાંડ એએમસી જોવો આ અહેવાલમાં

અમદાવાદ સાબરમતી રિવરફ્ન્ટ કંપનીએ લંડનની કંપનીને ૧ હજાર કરોડનો લેટર ઓફ ઇન્ટેન્ટ ઇશ્યુ કર્યો હોવાનો કોગ્રેસ આક્ષેપ છે. રિવરફ્ન્ટ પર એનઆઇડી પાછળ ૨૦ ચોમી જમીનમાં લંડનની સલોરિયા આર્કીટેક કંપનીને લંડન આઇ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે, પરંતુ વર્ષ 2011-12માં મંજૂર મળી ગઇ તેમ છતા કંપની દ્વારા આજ દિન સુધી કોઇ કામ ન કર્યું હોવાનો આરોપ વિપક્ષ નેતા દિનેશ શર્મા લગાવ્યો છે, અને કહ્યું છે કે આ કંપની લેટર ઓફ ઇન્ટેન્ટ ઇશ્યુ કરાયો છે. આથી શંકા છે કે કંપની એક હજાર કરોડ રૂપિયા લેટરના આધારે મોટી લૉન લેશે તો જવાબદારી કોની.

વિપક્ષના આરોપ સામે મેયર ગૌતમ શાહે નિવેદન આપ્યું હતું કહ્યું હતું કે નિરવ મોદીના કેસમાં લેટર ઓફ અંડરટેકિંગની વાત છે જ્યારે એએમસીના કેસમાં લેટર ઓફ ઇન્ટેન્ટ વાત છે, જેના પર લૉન લેવી શક્ય નથી. તેમ છતા કમિશનર સાથે વાત કરીને તપાસ કરાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ સત્રમાં pnb કૌભાંડના પડઘા પડ્યા હતા, અને નિવર મોદીની સરખામણી લંડનની કંપની સલોરિયા આર્કિટેક સાથે કરવામાં આવી હતી. આ અંગે સતાપક્ષ અને વિપક્ષ આમને સામને થયુ છે. પરંતુ સવાલ ઉભો થાય છે કે, આ કંપનીને કામ નથી કર્યુ તેમ છતા લેટર કેમ ઇશ્યુ કરવામાં આવ્યો. અને જો કોઇ છેંતરપીડી થશે, તો તેની જોવાબદારી કોણ રહેશે. તે મોટો સવાલ છે.
First published: February 16, 2018, 8:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading