મનિષ દોશીએ કાઢી સરકારની ઝાટકણી, 'ગુજરાતમાં નશાનો કારોબાર બેરોકટોક ચાલે છે'

News18 Gujarati
Updated: November 18, 2018, 3:44 PM IST
મનિષ દોશીએ કાઢી સરકારની ઝાટકણી, 'ગુજરાતમાં નશાનો કારોબાર બેરોકટોક ચાલે છે'
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષી

  • Share this:
અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા બીબી તળાવ પાસેથી ગઈકાલે રાત્રે બે યુવાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બન્ને મૃતકો દારૂ પીધેલી હાલતમાં હતાં. ત્યાર બાદ તેમના પરિવારજનોએ લઠ્ઠાકાંડ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ અંગે ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનિશ દોશીએ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે ગુજરાતમાં નશાનો કારોબાર બેરોકટોક ચાલે છે. સમગ્ર ઘટના અંગે તેમણે સરકારની બેદરકારી ગણાવી. તેમણે કહ્યું કે નશાયુક્ત કેમિકલ ગેરકાયદેસર ખુલ્લા બજારમાં વેચાઇ રહ્યું છે.

કોંગ્રસે માંગ કરી છે કે ઝેરી કેમિકલ વેચનારાઓ સામે સરકારે તાત્કાલિક પગલા ભરાવની જરૂર છે.

 આ પણ વાંચો: અમદાવાદમાં લઠ્ઠાકાંડ? બે મિત્રોનાં શંકાસ્પદ હાલતમાં મળ્યા મૃતદેહ, ક્રાઇમ બ્રાંચને સોંપાઇ તપાસ

નોંધનીય છે કે મૃતક ફિરોઝ મહમ્મદ હુસૈન (ઉ.વ.28 ) અને ઈન્ઝામુલ ઉર્ફે રાજા (ઉ.વ.21)ના મૃતદેહને પીએમ અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્નેના મોત નશાની દવાના સેવનથી થયા હોવાનો ખુલાસો થયો હતો. જેને પગલે પોલીસે દવાનું વેચાણ કરતા શકમંદની અટકાયત કરી હતી અને મન્યુષ્ય વધ 304 હેઠળ ગુનો નોંધ્યો હતો.
First published: November 18, 2018, 1:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading