કૉંગ્રેસનુ રીસોર્ટ પોલિટિક્સ : 'ધમણ વેન્ટિલેટર' પર આરોપ કરતી કૉંગ્રેસ ખુદ 'વેન્ટિલેટર' પર, MLAને કરાયા 'ક્વોરન્ટીન'

કૉંગ્રેસનુ રીસોર્ટ પોલિટિક્સ : 'ધમણ વેન્ટિલેટર' પર આરોપ કરતી કૉંગ્રેસ ખુદ 'વેન્ટિલેટર' પર, MLAને કરાયા 'ક્વોરન્ટીન'
કોરોના કાળમાં પણ મોટી રાજકીય ઉથલ પાથલ, રાજ્ય સભાની ચૂંટણી પહેલાં મોટા ખેલ

કોરોના કાળમાં પણ મોટી રાજકીય ઉથલ પાથલ, રાજ્ય સભાની ચૂંટણી પહેલાં મોટા ખેલ

  • Share this:
ગુજરાતની રાજનિતીમા ધારાસભ્ય રાજીનામા આપવા હવે તે કોમન વાત થઇ ગઇ છે . રાજ્યસભાની ચૂંટણી તારીખે જાહેર થાય અને કૉંગ્રેસ પક્ષમાં રાજીનામાનો દોર શરૂ થઇ જાય છે . પાર્ટીએ યોગ્ય સ્થાન ન આપ્યું અથવા  પાર્ટીએ કોઇ સાંભળતું નથી આ બહાના વચ્ચે કૉંગ્રેસના ધારાસભ્ય રાજીનામા પાછળ કારણ ધરે છે . પરંતુ કૉંગ્રેસ પક્ષ પણ પોતાના ધારાસભ્યોને એક કરવા સદંતર નિષ્ફળ રહી છે . જ્યારે ધારાસભ્ય તઊટે છે ત્યારે કૉંગ્રેસ પક્ષ રીસોર્ટ પર દોટ મૂકે છે . અને ધારાસભ્યોને એક કરવા અને અન્ય ધારાસભ્ય ન તુટે તેના માટે રીસોર્ટમાં લઇ જવાય છે . આ ઘટના રાજનિતીમા નવી નથી . પરંતુ ગુજરાતમાં અનેક વર્ષોના વિરામ બાદ રીસોર્ટ  પોલિટીક્સ ફરી એકવાર ધારાસભ્યોને એક રાખવા રીસોર્ટ લઇ જવાબ રહ્યા છે

2020માં રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રસ પક્ષ ના ધારાસભ્યોને એક પછી એક રાજીનામા પડતા જયપુર રીસોર્ટ અને હવે ઝોન વાઇઝ અલગ અલગ રીસોર્ટમા લઇ જવાયા છે .  2020માં રાજ્યસભા ચૂંટણી તારીખે જાહેર થઇ હજુ તો ઉમેદવારો ફોર્મ ભરે છે . ત્યા કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો દોર શરૂ થાય છે એક પછી એક પાંચ ધારાસભ્ય માર્ચ મહિનામાં રાજીનામા આપી દે છે.આ પણ વાંચો :  સુરત : 500 રૂ.ની લેતીદેતીમાં મન દુ:ખ થતા મિત્રએ કરી મિત્રની હત્યા, નહેરમાંથી મળ્યો મૃતદેહ

કૉંગ્રેસ પક્ષ હરક્તમા આવે છે અને ધારાસભ્યોનો કોરોના મહામારી વચ્ચે ધારાસભ્યોને જયપુર એક પછી એક ધારાસભ્યને ત્રણ ભાગના રીસોર્ટમા મોકલે છે . રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર હોવાની કૉંગ્રેસના ધારાસભ્યોને જયપુર રીસોર્ટમા રખાય છે . ચૂંટણી મોકુફ રખતા તમામ ધારાસભ્ય પરત ફરે છે . અને ફરી એકવાર 19 જૂન ચૂંટણી તારીખ જાહેર થાય છે . ત્યા ફરી એક પછી એક ત્રણ ધારાસભ્ય રાજીનામા આપી કૉંગ્રેસમાં હંડકપ મચી જાય છે ..

હાલ કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને ચાર ઝોનમાં અલગ અલગ સિનિયર નેતા જવાબદારીમાં ધારાસભ્ય રીસોર્ટ લઇ જવાયા છે .ઉત્તર ગુજરાતના ધારાસભ્ય સાચવા માટે જગદીશ ઠાકોર અને સિદ્ધાર્થ પટેલ  , દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય માટે તુષાર ચૌધરી અને ગૌરવ પંડ્યા , સૌરાષ્ટ્ર ના ધારાસભ્ય માટે અર્જૂનભાઇ મોઢવાડી અને પરેશ ધાનાણી અને મધ્ય ગુજરાત માટે રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સોપાઇ જવાબદારી.

આ પણ વાંચો :   Monsoon2020: 24 કલાકમાં રાજ્યમાં 131 તાલુકામાં વરસાદ, મોરબીના હળવદમાં 3.25 ઇંચ

2017મા રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ધારાસભ્ય તુટવાની પ્રથા શરૂ થઇ છે  14 થી વધુ ધારાસભ્ય કૉંગ્રેસનો હાથ અહેમદ પટેલ ચૂંટણી વખતે છોડી જતા રહ્યા હતા . ત્યાર બાદ 2019ફરી રાજ્યસભા ચૂંટણીમાં કૉંગ્રેસના બે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા રાજીનામા આપતા કૉંગ્રેસ પક્ષને મોટો ઝટકો આવે છે . ફરી એ જ પુરનાવર્તન થયું છે . જેમાં ફરી 2020 ચૂંટણી આઠ ધારાસભ્ય રાજીનામા ધરી દીધા છે . ફરી એક વાર કૉંગ્રેસ પક્ષ પોતાની સાક બચાવા માટે કૉંગ્રેસ રીસોર્ટ પોલિટ્કિસ શરૂ કર્યું છે.
Published by:News18 Gujarati
First published:June 06, 2020, 14:40 pm

ટૉપ ન્યૂઝ