કોંગ્રેસની માંગ, Lockdown નિયમ ભંગના તમામ કેસ પાછા ખેંચે સરકાર, 1.75 લાખ લોકો સામે ગુના નોંધાયા


Updated: August 14, 2020, 9:51 PM IST
કોંગ્રેસની માંગ, Lockdown નિયમ ભંગના તમામ કેસ પાછા ખેંચે સરકાર, 1.75 લાખ લોકો સામે ગુના નોંધાયા
કોંગ્રેસની માંગ, Lockdown નિયમ ભંગના તમામ કેસ પાછા ખેંચે સરકાર

કોંગ્રેસે કહ્યું કે, કોઈ દૂધ લેવા નીકળ્યું તો કોઈ સોસાયટીમાં હતું અને ડ્રોનથી લોકો પકડાયા. સરકારે આવા લોકો સામે દયા દાખવી ગુનાઓ પરત ખેંચવા જોઇએ

  • Share this:
અમદાવાદ : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરતા કહ્યું હતુ કે, લોકો આજે ખૂબ જ તકલીફમાં મુકાયા છે. 24 માર્ચે આગોતરી જાહેરાત વગર લોકડાઉન જાહેર કરી દેવામા આવ્યું હતુ. લોકડાઉનના કડક અમલીકરણમાં લોકો યોગ્ય બાબતોથી વાકેફ ન હતા. તે સમયે નાની ભૂલો થઈ અને પોલીસ દ્વારા ગુનાઓ દાખલ કર્યા હતો.

કોંગ્રેસે કહ્યું કે, કોઈ દૂધ લેવા નીકળ્યું તો કોઈ સોસાયટીમાં હતું અને ડ્રોનથી લોકો પકડાયા. સરકારે આવા લોકો સામે દયા દાખવી ગુનાઓ પરત ખેંચવા જોઇએ. આ ગુનાઓ સામાન્ય પ્રકારના ગુનાઓ છે. આ તમામ કેસો પાછા ખેચાવવા જોઈએ.

આ પણ વાંચો  - અમેરિકન શોધનો દાવો, Corona વાયરસને નાકથી બહાર નહીં નીકળવા દે આ સ્પ્રે, જાણો - કેવી રીતે કામ કરે છે આ સ્પ્રે

રાજ્યમાં લોક ડાઉન સમયે અત્યાર સુધી નિયમ ભંગ બદલ 1 લાખ 75 હજાર કેસો થયા છે. આ કેસના પગલે કોર્ટમાં કેસોનું ભારણ વધશે. ગંભીર ગુનાઓમાં કાર્યવાહી થવી જોઈએ. પરંતુ સામાન્ય ગુન્હો પાછા ખેંચી લેવા જોઇએ.

કોંગ્રેસે કહ્યું કે, પાટીદર આંદોલન સમયે સરકાર દ્વારા હજારો કેસ પરત લીધા હતા. તો લોક ડાઉન અને અન લોકમાં થયેલા સામાન્ય કોવિડ -૧૯ ભંગ થયેલા ગુન્હાઓ સરકાર પરત ખેંચવા જોઇએ. આવતીકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી થશે. સરકાર આ ગુનાઓ પરત ખેંચી રાજ્યની જનતાને ભેટ આપે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.
Published by: kiran mehta
First published: August 14, 2020, 9:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading