સોમા ગાંડાએ પૈસા લઈ રાજીનામું આપ્યું હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ, સ્ટીંગ ઑપરેશનનો વીડિયો Viral

સોમા ગાંડાએ પૈસા લઈ રાજીનામું આપ્યું હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ, સ્ટીંગ ઑપરેશનનો વીડિયો Viral
કથિત વાયરલ વીડિયોનો સ્ક્રિન ગ્રેબ

કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા, જવાબદાર સામે કાર્યવાહી થાય. સી.આર. પાટિલે કહ્યું અમિત ભાઈ કોળી સમાજની માફી માંગે

 • Share this:
  અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Bypoll) પડઘમ આજે સાંજે શાંત પડવાના છે. આજે પેટાચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે. આ અંતિમ દિવસ પહેલાં કૉંગ્રેસના (Congress) લીંબડી બેઠકના પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડાનો (Soma Ganda Viral Video) એક વાયરલ વીડિયો રજૂ કર્યો છે. કૉંગ્રેસ દ્વારા કથિત રીતે રજૂ કરાયેલા આ વીડિયો પર ગંભીર સવાલ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં સોમા ગાંડા પટેલનું સ્ટિંગ ઑપરેશન કરવામાં આવ્યું છે. સ્ટીંગ ઑપરેશનમાં સોમ ગાંડા કથિત રીતે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે હિંદીમાં વાત કરી રહ્યા છે અને ધારાસભ્યોને પૈસા આપી ખરીદવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ વીડિયો વાયરલ થયા બાદ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ મોઢવાડિયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

  કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આ વીડિયો વિશે કહ્યું કે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે સોમા ભાઈ પૈસા લઈને રાજીનામું આપવાની વાતનો સ્વીકાર કરે છે. ભાજપ પ્રેરિત ભ્રષ્ટાચારનું આ ઉદાહરણ છે જેમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામા પૈસાના જોરે પડ્યા હોવાનો ઉલ્લેખ છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ.  ટિકિટ અને પૈસાનો સોદો થયો મોઢવાડિયા

  આ વાયરલ વીડિયો મુદ્દે અર્જુન મોઢવાડિયાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યોને પૈસા અને ટિકિટના જોરે ખરીદ્યા છે. એટલે સોમાભાઈ સાથે ફક્ત પૈસાની ડીલ થઈ હશે ટિકિટની ડીલ નહીં થઈ હોય એટલે એમને ટિકિટ નહીં આપી હોય બાકી અન્ય ધારાસભ્યોને ટિકિટ પણ આપવામાં આવી છે. એમને ક્યાંક બોર્ડ નિગમના ચેરમેન તરીકેની ઓફર આપવામાં આવી હશે.

  આ પણ વાંચો :  સુરત-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર : હજીરા અને ઘોઘા વચ્ચે રો રો ફેરી સર્વિસ શરૂ કરાશે

  અમિત ભાઈ ગુજરાત અને કોળી સમાજની માફી માંગે : સી.આર. પાટિલ

  આ વાયરલ વીડિયો બાદ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપના પ્રમુખ સી.આર. પાટિલ અને પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. આ મુદ્દે સી.આર. પાટિલ જણાવ્યું હતું કે 'સોમા ગાંડાએ રાજીનામું આપ્યું ત્યારે હું પ્રમુખ નહોતો એટલે મારો આમા સમાવેશ હોવાનો કોઈ સવાલ જ નથી. બીજું કે પાર્ટીના પ્રમુખ તરીકે હું સ્પષ્ટ માનું છું કે આ વ્યક્તિ સોમા ભાઈ હોય તો પણ કૉંગ્રેસે તેમનો ચહેરો દેખાય તેવો વીડિયો વાયરલ કરવો જોઈએ. અમિત ભાઈએ કોળી સમાજના એક મોટા આગેવાનને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. અમિત ભાઈએ કોળી સમાજની માફી માંગવી જોઈએ. ગુજરાતની માફી માંગવી જોઈએ. કૉંગ્રેસ આત્મમંથન નથી કરતી એટલે જ 25 વર્ષથી હારી રહી છે અને આગામી 25 વર્ષ પણ હારે તેવી શક્યતા છે. ”

  આ પણ વાંચો :  અમદાવાદ : રોડ પર ચાલતા ઝઘડામાં છોડાવવા પડેલા યુવકની હત્યા, છાતીમાં ઘા વાગતા લોહીના ફુવારા ઉડયાં

  પાટિલે ફરી મોઢવાડિયાને જુઠવાડિયા કહ્યા

  સી.આર. પાટિલે કહ્યું કે 'અમિત ભાઈ તેમની બાજુમાં બેસેલા જુઠવાડિયાના કારણે જુઠ્ઠું બોલતા હશે. બાકી આ વીડિયો સાથે મારે કઈ લેવા દેવા નથી. આ ગંભીર આક્ષેપ છે અને હું પણ માનું છું કે પોલીસે વીડિયોમાં કોણ છે તેની તપાસ કરવી જોઈએ અને વીડિયોમાં દેખાતા વ્યક્તિને પૂછવું જોઈએ. ”
  Published by:Jay Mishra
  First published:November 01, 2020, 14:18 pm

  ટૉપ ન્યૂઝ