Home /News /madhya-gujarat /

અલ્પેશ ઠાકોર ધારાસભ્ય રહેશે કે નહીં ? કોંગ્રેસે કાગળ તૈયાર કર્યા

અલ્પેશ ઠાકોર ધારાસભ્ય રહેશે કે નહીં ? કોંગ્રેસે કાગળ તૈયાર કર્યા

અલ્પેશ ઠાકોર

  પ્રણવ પટેલ, અમદાવાદઃ અચાનક કોંગ્રેસમાંથી રાજીનામું જાહેર કરી અલ્પેશ ઠાકોરે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હતા અને એવામાં જાણીતા ચહેરો ગણાતા અલ્પેશ ઠાકોરના રાજીનામાથી કોંગ્રેસ પાર્ટીમાં પણ અનેક અટકળો વહેતી થઇ છે. જો કે કોંગ્રેસે રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ છીનવી લેવા માટે કાયદેસરની કાર્યવાહીની તૈયારી કરી લીધી છે.

  અમદાવાદમાં કોંગ્રેસના મુખ્યાલય ખાતે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ છીનવવાના ડ્રાફ્ટને કોંગ્રેસ પ્રમુખની મંજૂરી મળી ગઇ છે. સોમવારે કોંગ્રેસની લીગલટીમ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરશે. ઉલ્લેખનીય છે કે આવા કેસમાં પાર્ટીમાંથી નેતાને સસ્પેન્ડ કરવામાં આવે છે પરંતુ કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવાના બદલે પ્રાથમિક સભ્યપદેથી હકાલપટ્ટી કરવામાં આવશે.

  અહીં ક્લિક કરી વાંચોઃ આ ટીવી એક્ટ્રેસ રાહુલ ગાંધીને કરે છે LOVE, રાખ્યું નવરાત્રીનું વ્રત

  આ સિવાય કોંગ્રેસ પાર્ટી દ્વારા પક્ષ વિરોધ પ્રવૃતિ કરવાના આરોપ સાથે હાઇકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવશે. આ સમગ્ર બાબતે કોંગ્રેસની લીગલ ટીમ દ્વારા અનેક ચૂકાદાનો ગંભીરતાથી અભ્યાસ કરાયો છે. જેમાં સુપ્રીમ અને અન્ય રાજ્યોની હાઇકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરાયો છે.
  First published:

  Tags: Action, Gujarat Lok sabha election 2019, Legitimate, અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन