અમદાવાદ : આજે એકતરફ વિશ્વ વોટર ડે ની (World Water Day)ઉજવણી થઇ રહી છે. તો બીજી તરફ અમદાવાદ મહાનગર પાલિકા (Ahmedabad Municipal Corporation)ઓફિસમાં માટલા યુદ્ધના દ્રશ્યો જોવા મળ્યા હતા. એએમસી વિપક્ષ નેતાની આગેવાનીમાં પાણી મુદ્દે ખાલી માટલા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના (Congress)કાઉન્સિલર માટલા સાથે મેયર ઓફિસ બહાર દોડી જતા પોલીસે એક્શનમા આવી હતી.
એએમસીના ત્રીજા માળમાં પ્રવેશ પર દરવાજા બંધ કરી નાખ્યા હતા. વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલરોએ મેયર અને સત્તા પક્ષ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. એક સમય માટે પોલીસ અને કોંગ્રેસ કાઉન્સિલર વચ્ચે રકઝક થઇ હતી.
કોગ્રેસે માટલા સાથે મેયર ઓફિસમાં પ્રવેશવાની માંગ કરી હતી. પોલીસ તમામ લોકોને માટલા સાથે પ્રવેશતા રોક્યા હતા. એએમસી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે (Shehzad Khan Pathan)જણાવ્યું હતું કે શહેરમાં સત્તા પક્ષ એસી ચેમ્બરમાં બેસી રહ્યોછે અને દાવાઓ કરે છે કે શહેરમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે છે પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે.
ઉનાળામાં શરૂઆત થતા જ પાણી તંગી ઉભી થઇ છે. શહેરમાં આજે પણ 48 વોર્ડમાંથી 20 વોર્ડમાં સમયસર પાણી મળતું નથી. કોંગ્રેસ મેયર સમક્ષ ખાલી માટલા ભેટ રૂપે આપવા માંગતી હતી પરંતુ પોલીસ દ્વારા માટલા લઇ લેવામા આવ્યા હતા. કોંગ્રેસ પાણી મુદેઆગામી સમયમાં જન આંદોલન કરશે .
વિપક્ષના વિરોધ પર મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે શહેરમાં બે ટાઇમ પાણી પુરતા પ્રમાણમાં અપાય છે. દરેક વસ્તુમાં વિરોધ કરવો કોંગ્રેસને માત્ર આદત પડી છે. ભાજપ શાસકો દ્વારા શહેરમાં પાણીને મુદે કોઇ ફરિયાદ મળી નથી. ગઇ કાલે પણ સીએમ ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે અનેક કામો પાણીના મંજૂર કરાયા છે.
શહેરમાં ભાજપના શાસનમાં બે ટાઇમ સમયસર પાણી આપવામા આવે છે. કોંગ્રેસ માત્ર વિરોધ કરી પોતાની હાજરી પુરાવી રહી છે. કોંગ્રેસ વિપક્ષમાં હોવાથી વિરોધ કરવા પડે તેથી તે આ કરી રહી છે. હાલ કોઇ પાણીની સમસ્યા ઉભી થઇ નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર