કોંગ્રસ પ્રમુખે CM અને ભાજપ પ્રમુખને કરી ચેલેન્જ: ખરીદેલાને ટિકિટ ના આપો, પછી જોઈએ કોણ જીતે છે


Updated: September 25, 2020, 10:30 PM IST
કોંગ્રસ પ્રમુખે CM અને ભાજપ પ્રમુખને કરી ચેલેન્જ: ખરીદેલાને ટિકિટ ના આપો, પછી જોઈએ કોણ જીતે છે
ફાઈલ તસવીર

ગોરધન ઝડફિયાને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જવાબ આપતા કહ્યું કે, હિંમત કોની અને કેટલી છે એ ચૂંટણી જાહેર થયા બાદ ખબર પડશે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ (Gujarat congress president) પત્રકાર પરિષદ કરતા ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપે (Gujarat BJP) ભ્રષ્ટ સાશનના ભેગા કરેલા પૈસાથી જનપ્રતિનિધિ ખરીદ્યા હતા. ચૂંટણી પંચે કોરોનાને લઇ રાજકિય પાર્ટીએ પાસે અભિપ્રાયો માંગ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ પોતાના અભિપ્રાય રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યા હતા. પરંતુ  ચૂંટણી પંચે બિહારની ચૂંટણી (Bihar Election) જાહેર કરી અને ગુજરાત સહિત અન્ય રાજ્યની પેટા ચૂંટણી (state byelection) જાહેર કરી નથી. જો પેટા ચૂંટણી જાહેર થશે ત્યારે કોંગ્રેસ પક્ષ ગમે ત્યારે ચૂંટણી લાડવા તૈયાર છે. પૈસાની રાજનીતિ અને પક્ષ પલટુઓને ગુજરાતની જનતા જાકારો આપશે. તમામ 8 બેઠકો કોંગ્રેસની ફરી જીત થશે.

રાજકોટમાં ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ પત્રકાર પરિષદ કરી અને 8 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. ત્યારે ગોરધન ઝડફિયાને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જવાબ આપતા કહ્યું કે, હિંમત કોની અને કેટલી છે એ ચૂંટણી જાહેર થયા બાદ ખબર પડશે. મારી સીએમ અને અધ્યક્ષને ચેલેન્જ છે કે જેમને  કરોડ રૂપિયા આપીને ખરીદી કર્યા છે તેમને ટિકિટ ના આપો. તમારા પાયાના કાર્યકરોને ટિકિટ આપો પછી જોઈએ કોણ જીતે.

બિહાર ચૂંટણીની તારીખો જાહેર થતા ગુજરાત કોંગ્રેસ અનેક સિનિયર નેતાઓને જવાબદારી સોંપશે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતુ કે બિહાર કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભા સાસંદ શક્તિસિંહ ગોહિલ છે. ગુજરાતમાંથી અનેક નેતા બિહાર ચૂંટણી પ્રવાસ કરશે. જેમાં ખાસ કરીને ગુજરાત મોડલની નિષ્ફળતાઓ ઉજાગર કરાશે.

આ પણ વાંચોઃ-Video: સુરતના ભટારમાં સવારે પાંચ વાગ્યે યુવકની ચપ્પાના ઘા ઝિંકી કરાઈ હત્યા, કમકમાટી ભરી ઘટના CCTVમાં કેદ

મેયરની તાનાશાહી મને સભામાં બેસવા દેવામાં નહીં આવ્યોઃ ઇમરાન ખેડાવાલા
છ મહિના બાદ મળેલી પ્રત્યેક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય વિવાદ અને હોબાળા બાદ પૂર્ણ થઇ હતી . મેયર બિજલ પટેલ આપેલા આદેશના પગલે જમાલપુરના ધારાસભ્ય અને કાઉન્સિલર ઇમરાન ખેડાવાલાએ દુખદ ગણાવ્યો હતો . ઇમરાન ખેડાવાલ દ્વારા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો . જે મેયર બિજલ પટેલ દ્વારા સામાન્ય સભામાં માન્ય રખાયો ન હતો. એએમસી સામાન્ય સભામાં તમામ કાઉન્સિલરોએ આરટી પીસીઆર ટેસ્ટ કરવો હતો. જે વ્યક્તિ નેગેટીવ આવે તેને જ સામાન્ય સભામાં પ્રવેશ આપવાનો હતો.આ પણ વાંચોઃ-સુરતઃ 28 વર્ષથી પોલીસને 'ખો' આપતો હુશેન મહંમદ યાસીન ઝડપાયો, પાડોશીની હત્યામાં થઈ હતી આજીવન કેદની સજા

ધારાસભ્ય અને કાઉન્સિલર ઇમરાન ખેડાવાલએ મિડીયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતુ કે અમદાવદા શહેરના મેયર બિજલ પટેલ ગુજરાત વિધાનસભા અને સીએમ વિજય રૂપાણી કરતા પણ મોટા હોય તેમ એન્ટીજન ટેસ્ટ માન્ય રાખ્યો નથી . જે ટેસ્ટ કરવાની હું વિધાનસભા પાંચ દિવસ ગયો . જે ટેસ્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશમના આરોગ્ય વિભાગે કર્યો છે . તેની માન્યતા મેયરને ખોટી ગણાવી છે . જેના પગલે મને સામાન્ય સભાના બેસવા દેવામાં નથી આવ્યો અને મેયર દ્વારા મને સભામાંથી બહાર જવા આદેશ અપાયો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સતત ચાર દિવસના ઘટાડાને લાગી બ્રેક, સોના-ચાંદીના ભાવમાં થયો સુધારો, જાણો આજના નવા ભાવ

જમલાપુરના કાઉન્સિલર શાહનવાજ શેખ દ્વારા સામાન્ય સભામાં હાથ અને માથાના ભાગના ફેક્ટર પટ્ટી બાંધી પ્રતિકૃતિમાં વિરોધ રોડ રસ્તાના ધોવાણનો નોધાવ્યોહતો. શેખનો આરોપ છે કે શહેરમાં ૫૦૦ કરોડના રસ્તાઓ ધોવાયા છે. જો ભાજપની ભ્રષ્ટ સાશનનો નમૂનો છે . સામાન્ય સભામાં ત્રણ કોંગ્રેસના કાઉન્સિલરો ઝીરો અર્વસમા બોલવા દેવાયા હતા . ત્યાર બાદ સ્ટેન્ડિંગ કમિટીના કામ મંજૂરી માટે મુકાતા વિપક્ષ હોબાળો કરતા વોક આઉટ કર્યું હતુ. સત્તા પક્ષે બહુમતીથી તમામ કામો મંજૂર કર્યા હતા.

ભાજપના પાંચ કાઉન્સિલર કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હતા . જેમાં કલાબેન યાદવ - કુબેરનગર , બિપીન સિક્કા - સરદારનગર , ઉર્વસિબહેન ડાભી - સરદારનગર, પકંજસિંહ સોલંકી - વટવા , જેઠી બહેન ડાંગર - સરખેજ વોર્ડ સમાવેશ થાય છે . તેમજ ૨૦ થી વધુ કાઉન્સિલર હોમ ક્વોરેન્ટાઇન હતા તેમજ ૪૦ થી વધુ કાઉન્સિલરોએ ઓન લાઇન જોડાયા હતા.
Published by: ankit patel
First published: September 25, 2020, 10:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading