Home /News /madhya-gujarat /કોંગ્રેસેનું શિક્ષકોને ખુલ્લુ સમર્થન, કહ્યું 'જ્યાં સુધી સરકાર નહીં સાંભળે ત્યાં સુધી અમે સાથે'

કોંગ્રેસેનું શિક્ષકોને ખુલ્લુ સમર્થન, કહ્યું 'જ્યાં સુધી સરકાર નહીં સાંભળે ત્યાં સુધી અમે સાથે'

પરેશ ધાનાણીએ શિક્ષકો સાથે કોંગ્રેસનાં સમર્થનની વાત કહી દીધી છે.

કોંગ્રેસનાં પરેશ ધાનાણીએ શિક્ષકો સાથે કોંગ્રેસનાં સમર્થનની વાત કહી દીધી છે.

    ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાના 2 લાખથી વધુ પ્રાથમિક શિક્ષકો હડતાળ પર ઉતર્યા છે. આ ઉપરાંત 10 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકો વિધાનસભાનો ઘેરાવો કરે તે પહેલા જ 1000થી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં શિક્ષકો પોતાની માંગણી રજૂ કરવા માટે આવી ગયા છે.

    કડક પોલીસ બંદોબસ્ત

    આ મસમોટી જનમેદની વ્યવસ્થિત કરવા માટે સઘન પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે. શિક્ષકોને અટકાવવા માટે પોલીસ પણ કડક વલણ અપનાવી રહી છે. ત્યારે કોંગ્રેસનાં પરેશ ધાનાણીએ શિક્ષકો સાથે કોંગ્રેસનાં સમર્થનની વાત કહી દીધી છે.

    આ પણ જુઓ: ગાંધીનગરમાં શિક્ષકો પર લાઠીચાર્જ, શિક્ષણમંત્રી કહે છે 'ધીરજ રાખો'

    'સરકાર નહીં સાંભળે ત્યાં સુધી હું અહીંજ છું': ધાનાણી

    પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'આ શિક્ષકો પોતાનાં અધિકારની માંગણી સરકાર સામે કરવા આવ્યાં છે ત્યારે આ આંધળી, ગૂંગી અને બહેરી સરકાર વર્ષોથી કર્મચારીઓનું શોષણ કરી રહી છે. 1997થી 2006 જેને નોકરી કરી છે તેના પ્રાથમિક શિક્ષકોની માંગણી કરી છે પરંતુ તેમાં પણ સરકારે પોતાનાં મલિન ઇરાદાઓથી વ્હાલા થવાની નીતિ અપનાવી છે. આ સરકારે ફિક્સ પગાર આપીને લાખો કર્મચારીનું શોષણ કર્યું છે. ઓઉટ સોર્સિંગમાં લટકતી તલવારથી સરકારી તંત્રમાં જવાબદારી સોંપીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. સમાન કામ અને સમાન વેતનનો સ્વીકાર કરવામાં આવે. તમામ કર્મચારીને કાયમી ગણીને સરકારી નોકરીઓ આપવામાં આવે અને તેને લાભો આપવામાં આવે. કોંગ્રેસની સરકાર આવશે તો અમે સમાન નોકરી સમાન વેતનની નીતિ અપનાવવામાં આવશે. સરકાર શિક્ષકોને નહીં સાંભળે ત્યાં સુધી હું અહીંયા જ બેઠો છે.'

    ભીડમાં પરેશ ધાનાણી


    ગાંધીનગરમાં મોટા પ્રમાણમાં શિક્ષકો  ભેગા થયા ત્યાંજ પરેશ ધાનાણી પણ પહોંચ્યાં હતાં. આટલી ભીડે ધાનાણીને ધક્કે પણ ચઢાવ્યાં હતાં.

    સરકારે કરી કમિટીની રચના

    બીજી તરફ જનહિતમાં આંદોલન પરત ખેંચવા માટે સીએમ રૂપાણીએ પણ અપીલ કરી છે. શિક્ષકો અને એસટી કર્મીઓનાં આંદોલનને નિવારવા માટે સરકારે 3 જણની કમિટીની રચના કરી છે. જેમાં નીતિન પટેલની સાથે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આર.સી ફળદુનો સમાવેશ થાય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: GSEB, Teacher strike, ગાંધીનગર`, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन