Home /News /madhya-gujarat /

જમીન મહેસુલ વિધેયક ઉધોગપતિઓની તરફેણ કરનારૂ અને ખેડૂત વિરોધી છેઃ કોંગ્રેસ

જમીન મહેસુલ વિધેયક ઉધોગપતિઓની તરફેણ કરનારૂ અને ખેડૂત વિરોધી છેઃ કોંગ્રેસ

રાજ્ય સરકાર દ્વારા આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસુલ(સુધારા) વિધેયક રજુ કરવામાં આવ્યું હતું. આ જમીન સુધારા વિધેયકથી સરકારના દાવા પ્રમાણે એન.એ.ની પ્રક્રિયા વધારે સરળ બનશે.

રાજ્ય સરકાર દ્વારા આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસુલ(સુધારા) વિધેયક રજુ કરવામાં આવ્યું હતું. આ જમીન સુધારા વિધેયકથી સરકારના દાવા પ્રમાણે એન.એ.ની પ્રક્રિયા વધારે સરળ બનશે.

  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર# રાજ્ય સરકાર દ્વારા આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસુલ (સુધારા) વિધેયક રજુ કરવામાં આવ્યું હતું. આ જમીન સુધારા વિધેયકથી સરકારના દાવા પ્રમાણે એન.એ.ની પ્રક્રિયા વધારે સરળ બનશે.

એન.એ.ની જમીન બહુહેતુ ઉપયોગ માટેની સરળ પ્રક્રિયા થવાનો રાજ્યના મહેસુલ પ્રધાન નિતિન પટેલે ગૃહમાં સુધારા વિધેયક રજુ કરતાં દાવો કર્યો હતો. લોકોને બિન હેતુ માટે એકથી વધુ વાર એક જ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું જેનો હવે અંત આવશે એવો સરકારનો દાવો છે.

જો કે કોગ્રેસે, આ દાવાને ફગાવી દીધો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સુધારા વિધેયક ઉધોગપતિઓની તરફેણ કરનારૂ છે અને ખેડૂત વિરોધી છે. સરકાર ફક્ત ઉદ્યોગપતિઓ માટે કામ કરી રહી છે. સરકારે ખેડૂતોને વિચાર કર્યા વગર આ સુધારો કર્યો છે.
First published:

Tags: આક્ષેપ, ઉધોગપતિઓ, કોંગ્રેસ, ખેડૂત, જમીન મહેસુલ, તરફેણ, વિધેયક, વિરોધી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन