Home /News /madhya-gujarat /

રાજ્ય સરકારે UPA સરકારની યોજનાઓના લાભ OBC અને માઇનોરીટી સમાજને આપ્યા નથી: કોંગ્રેસ

રાજ્ય સરકારે UPA સરકારની યોજનાઓના લાભ OBC અને માઇનોરીટી સમાજને આપ્યા નથી: કોંગ્રેસ

રાજ્યના બજેટ સત્ર પહેલા પ્રદેશ કોંગ્રેસ દ્વારા આક્રમક રણનીતિ અપનાવાઇ રહી છે. આજે પણ કોંગ્રેસે ઓબીસી અને લધુમતી આગેવાનો સાથે બેઠક કરીને પ્રશ્નો વિશે માહિતી મેળવી હતી.

રાજ્યના બજેટ સત્ર પહેલા પ્રદેશ કોંગ્રેસ દ્વારા આક્રમક રણનીતિ અપનાવાઇ રહી છે. આજે પણ કોંગ્રેસે ઓબીસી અને લધુમતી આગેવાનો સાથે બેઠક કરીને પ્રશ્નો વિશે માહિતી મેળવી હતી.

  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર# રાજ્યના બજેટ સત્ર પહેલા પ્રદેશ કોંગ્રેસ દ્વારા આક્રમક રણનીતિ અપનાવાઇ રહી છે. આજે પણ કોંગ્રેસે ઓબીસી અને લધુમતી આગેવાનો સાથે બેઠક કરીને પ્રશ્નો વિશે માહિતી મેળવી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે, રાજ્ય સરકારે યુપીએ સરકારની યોજનાઓના લાભ ઓબીસી અને માઇનોરીટી સમાજને આપ્યા નથી. તમામ યોજનાઓના નાણાં અન્યત્રે વાપર્યા છે.

યુપીએએ જૈન સમાજને લધુમતીને દરજ્જો આપ્યો હતો પરંતુ રાજ્ય સરકાર હજુ સુધી આ માટે પરિપત્ર કરી શકી નથી. કોંગ્રેસ દ્વારા લધુમતી અને ઓબીસી સમાજના તમામ સવાલોને ગૃહમાં ઉઠાવાશે. કોંગ્રેસના આ આરોપોને રાજ્ય સરકારે ફગાવી દીધા છે. રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન નીતિન પટેલે દાવો કર્યો હતો કે, સરકાર રાજ્યના તમામ 6 કરોડ લોકોના વિકાસ માટે કામ કરી રહી છે. રાજ્ય સરકારે કોઇપણ નાત-જાતના ભેદભાવ વગર વિકાસની રાજનીતિ કરી છે અને તમામ સમાજને તેને લાભ આપ્યો છે.
First published:

Tags: આક્ષેપ, આપ્યો, ઓબીસી, કોંગ્રેસ, નથી, માઇનોરીટી, યુપીએ સરકાર, યોજનાઓના લાભ, લધુમતી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन