પક્ષ વિરુદ્ધ કાર્ય કરવા બદલ કોંગ્રેસે 14 નેતાને નોટિસ ફટકારી

News18 Gujarati
Updated: March 5, 2018, 8:27 PM IST
પક્ષ વિરુદ્ધ કાર્ય કરવા બદલ કોંગ્રેસે 14 નેતાને નોટિસ ફટકારી
પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લા કોગ્રેસ પ્રમુખનો સમાવેશ થયો છે. સાથે એએમસી વિપક્ષ કોગ્રેસ નેતા દિનેશ શર્માને પણ નોટિસ અપાઇ છે...

  • Share this:
કોંગ્રસ પક્ષ દ્વારા વધુ ૧૪ નેતાઓને પક્ષ વિરૂદ્ધ કાર્ય કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં પક્ષના હોદામાં રહી. પક્ષ વિરૂદ્ધ કાર્ય કર્યું હોવાનો રીપોર્ટ તૈયાર કરાયો છે. જેના પગલે અગાઉ ૪૭ નેતાઓને નોટિસ અપાઇ હતી. ત્યારે વધુ ૧૪ નેતાઓને નોટિસ અપાઇ છે. જેમાં સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લા કોગ્રેસ પ્રમુખનો સમાવેશ થયો છે. સાથે એએમસી વિપક્ષ કોગ્રેસ નેતા દિનેશ શર્માને પણ નોટિસ અપાઇ છે.

આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કાર્ય કરનાર નેતાઓ સામે ગંભીરતાથી નોંધ લીધી છે. અને પક્ષે આવા નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કાર્ય થઈ રહ્યું છે તેવી ફરિયાદો આવી હતી, જેની તપાસ હાથ ધરી હતી, જેમાં 14 જેટલા નેતાઓના નામ બહાર આવ્યા છે, જેમને પક્ષ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. પક્ષ દ્વારા આવા નેતાઓને નોટિસ ફટકારી 7 થી 15 દિવસમાં ખુલાસો આપવાનું કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભાજપની જીત થઈ હતી અને કોંગ્રેસની થોડી બેટકો માટે હાર થઈ હતી. જો પરિણામની વાત કરીએ તો, ભાજપને 99 બેઠક, કોંગ્રેસને 80 બેઠક જ્યારે અન્યને 3 બેઠક મળી હતી.
First published: March 5, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading